અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન એટેન્ડ કરવા આખી દુનિયામાંથી મોટી મોટી હસ્તીઓ આવી છે. પ્રી-વેડિંગના બે દિવસના ફંકશન પુરા થયા છે અને આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન અંબાણીની વહુઓની ફેશન સેન્સે બોલિવૂડ એક્ટ્રેસોને પણ પાછળ રાખી દીધી છે.
બધાની નજર ફંક્શનમાં નીતા અંબાણી, દીકરી ઈશા અંબાણી, મોટી વહુ શ્લોકા મહેતા અને ભાવિ નાની વહુ રાધિકાની સુંદરતા અને આઉટફિટ પર ટકેલી હતી. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ફાઉન્ડર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના મેરેજ આ વર્ષના અંતમાં એનકોર હેલ્થકેરના CEO વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકા મર્ચેંન્ટ સાથે લગ્ન કરશે. આજે બીજા દિવસે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મહેમાનોને ‘વનતારા’ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. માસુમ એનિમલ્સની સેવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘વનતારા’ની મુલાકાત દરમિયાન સેલિબ્રિટીઓ ફંકી લુકમાં જોવા મળ્યા હતા.
રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય ઇન્ટરનેશનલ લેવલ પર સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પરાનીઓનું ધ્યાન રાખવાનું અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે
તે માટે ૩ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે. આપણા દેશના અને ઇન્ટરનેશનલ ટોપ પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો આ સ્પેશિયલ મિશનમાં જોડાયા છે.
ચારે બાજુ બસ અંબાણી અને અંબાણીની જ ચર્ચા છે. છેલ્લા 2 દિવસથી આખા દેશના નજર જામનગરમાં ચાલી રહેલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની પર છે. આ સેલિબ્રેશનમાં આમ તો દરેક વસ્તુ ખાસ અને અનોખી છે. પરંતુ હાલમાં કપલનો ગ્લેમરસ લુક હેડલાઇન્સ બનાવી રહ્યો છે. અનંત અને રાધિકાના આઉટફિટ કોઇ રેડ કાર્પેટ ઇવેન્ટથી કમ નથી લાગી રહ્યા.
બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ઉપરાંત ફંક્શનમાં આવેલા મહેમાનોનો ડ્રેસ પણ આ ઇવેન્ટને એકદમ રોયલ બનાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અંબાણીની થનારી વહુ રાધિકાએ પોતાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં વસાર્ચેનો ડ્રેસ પહેર્યો હતો.
જેમાં ચમકતા ટ્યૂલ કોલમ ડ્રેસમાં રાધિકા એકદમ પરી જેવી લાગી રહી હતી. ડસ્કી પિંક કલરના આ ડ્રેસમાં ગોલ્ડન-મરૂન શેડનું વર્ક છે. વેસ્ટ પર ડસ્કી પિંક કલરની ક્રિસ ક્રોસ પેટર્નની લાંબી ટ્રેઇલ જોડવામાં આવી છે, આને લીધે રાધિકાના ડ્રેસની સુંદરતા વધી ગઈ છે.
દોસ્તો તમને જણાવી દઇએ કે રાધિકાનો આ લુક બ્લેક લાઇવલીના મેટ ગાલા 2022ના લુકથી પ્રેરિત છે. આ સાથે તેણે ડાયમંડ નેકલેસ અને લાઇટ ઇયરિંગ્સથી પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો હતો.
નીતા અંબાણીએ એક સ્પીચ આપી હતી જેમાં તેઓ બોલ્યા છે કે, જ્યારે હું રાધિકાને પહેલીવાર મળી ત્યારે મને ખબર પડી ગઈ હતી કે અનંતને તેનો પ્રેમ, પરફેક્ટ સાથી મળી ગયો છે. સાથે મને બીજી દીકરી મળી ગઈ છે. જેની સાથે હું મારો ડાન્સ અને મારા દીકરાનો પ્રેમ વહેચી શકું.
રાધિકા, અમે તને અંબાણી પરિવારની દીકરી તરીકે ખુલ્લા હાથે અમારા દિલમાં આવકારીએ છીએ. તું ફક્ત અનંતની પત્ની નથી પણ અમારી વ્હાલી દીકરી, બહેન, માસી, કાકી, મામી બની બધાના જીવનમાં પ્રકાશ પાઠર્યો છે.