અંબાણી પરિવારના કુળ દીપક પૃથ્વી અંબાણીની તસવીર આવી સામે, માસીએ લાડલા ‘પૃથ્વી અંબાણી’ રમતા ફોટો કર્યો શેર જુઓ
અંબાણી પરિવાર આજે કોઈ ઓળખનો મહોતાજ નથી, દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં અંબાણી પરિવારનો ડંકો વાગે છે, ત્યારે તેમના પરિવાર સાથે જોડાયેલી ખબરો પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, અંબાણી પરિવારના સદસ્યો પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે, ત્યારે હાલ અંબાણી પરિવારનો કુલ દિપક પૃથ્વી અંબાણી પણ લાઇમ લાઇટમાં છવાયેલો રહે છે.
હાલમાં જ શ્લોકા અંબાણીની બહેને પૃથ્વી અંબાણીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરની અંદર પૃથ્વી અંબાણી કાર્પેટ ઉપર મસ્તીથી રમતો જોવા મળી રહ્યો છે. લોકો આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરની અંદર પૃથ્વીનો ચહેરો તો નથી દેખાઈ રહ્યો પરંતુ તે પોતાની માસીની દીકરી સાથે રમતો જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ 10 ડિસેમ્બર 2020ના રોજ દીકરા પૃથ્વીને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી પૃથ્વીની ઘણી જ ઓછી તસવીરો સામે આવી છે. દીકરાના જન્મ સાથે દાદા મુકેશ અંબાણીએ પોતાના પૌત્ર પૃથ્વીની ખુબ જ ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જે ખુબ જ વાયરલ થઇ હતી.
હાલમાં જ મુકેશ અંબાણીના ઘરની વહુ શ્લોકા મહેતાની બહેન દિયાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં કાર્પેટ ઉપર બે બાળકો રમતા દેખાઈ રહ્યા છે. તસ્વીરનાં કેપશનમાં લખ્યું છે “બેબી P (પૃથ્વી) અને M પહેલાથી જ સારા મિત્રો છે. જો કે આ તસ્વીરની અંદર બંને બાળકોનો ચહેરો નજર નથી આવી રહ્યો. પરંતુ પૃથ્વી સાથે જે બાળકી રમતી જોવા મળી રહી છે તે તેની માસીની દીકરી હોવાનું અનુમાન છે.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બંનેએ પ્રારંભિક શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હતું. બંને વચ્ચે સારી મિત્રતા હતી. એવું કહેવાય છે કે આકાશ અને શ્લોકાએ 12માં ધોરણ પછી જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પરિવારની સહમતિથી 2019માં લગ્ન કરી લીધા હતા.
અંબાણી પરિવારની વહુ બન્યા બાદ શ્લોકા મહેતા સતત ચર્ચામાં રહે છે. શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા પ્રખ્યાત ડાયમંડ કંપની રોઝી બ્લુના માલિક છે. શ્લોકા મહેતાએ 2009માં નીતા અંબાણીની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
રસેલ મહેતાના લગ્ન મોના મહેતા સાથે થયા છે. રસેલ અને મોનાને 3 બાળકો છે. પુત્રનું નામ વિરાજ મહેતા અને પુત્રીઓનું નામ દિયા મહેતા અને શ્લોકા મહેતા છે. વિરાજના લગ્ન ‘ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ’ કંપનીના માલિક ભરત શેઠની પુત્રી નિશા સાથે થયા છે. તેમને બે દીકરીઓ પણ છે.
અંબાણીની વહુ શ્લોકા મહેતા તેના પિતા રસેલ મહેતાની કંપનીમાં ડિરેક્ટર છે અને તેમનો બિઝનેસ પણ સંભાળે છે. તેનો મોટો ભાઈ અને મોટી બહેન પહેલેથી જ પરિણીત છે અને શ્લોકા ઘરમાં સૌથી નાની છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્લોકા મહેતા કનેક્ટ ફોર નામની કંપનીના સ્થાપક પણ છે, જેના દ્વારા તે NGO ને મદદ કરે છે.