છેલ્લા 2 દિવસથી અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંકશન ચાલી રહયું છે અને આજે 3rd Day છે. આજે છેલ્લા દિવસે ટસ્કર ટ્રેઈલ્સ એટ ગજવન, હસ્તાક્ષર એટ વેલી ઓફ ગોડ્સ, મહાઆરતી, ડિનર અંદર ધ સ્ટાર્સ અને બાદમાં બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સના પર્ફોમન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના લાસ્ટ ડેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાજરી આપી હતી.
રાણી મુખર્જી, રણબીર-આલિયા, સંજય દત્ત, અનિલ કપૂર સહિતના સ્ટાર્સે પણ કાર્યક્રમની શોભા વધારી હતી. આજે મોંઘેરા ગેસ્ટને સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી છે. જેટલો ભવ્ય ફંક્શન હતો તેટલી જ યાદગાર ગિફ્ટ પણ અંબાણી પરિવાર તરફથી આપવામાં આવી છે. જામનગરમાં અનંત અંબાણીના ઈવેન્ટમાં આવેલા મોંઘેરા મહેમાનોને અંબાણી પરિવારે રિટર્ન ગિફ્ટ પણ આપી હતી.
જે તમામ ગિફ્ટ વનતારા થીમ બેઝ પર છે. બધા જ મોંઘેરા ગેસ્ટના હાથમાં અંબાણી પરિવારે આપેલી સુંદર મજાની રિટર્ન ગિફ્ટથી ભરેલી બેગ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપ્યા પછી હવે મોંઘેરા ગેસ્ટ ટાઉનશીપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે.
આ સાથે જગિફટની વાત કરવામાં આવે તો તમામ મહેમાનોને એક સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપેલી છે. બેગમાં બે પેનના બોક્સ, ‘વનતારા’ ડિઝાઈનવાળા કાગળના રેપરમાં ચોકલેટ, વનતારાના થીમ બેઝ કેલેન્ડર સહિત અન્ય ગિફ્ટ પર આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આજે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનનો લાસ્ટ ડે છે. પહેલા 2 દિવસના જબરદસ્ત પ્રોગ્રામ પછી કેટલાક સેલેબ્સ પરત ફર્યા છે. જ્યારે આજે અંતિમ દિવસના ફંક્શનમાં ભાગ લેવા માટે પણ અન્ય સેલેબ્સ જામનગર પધારી રહ્યાં છે. જે અંતર્ગત આજે બચ્ચન પરિવાર અને સાઉથ સુપરસ્ટાર રજ્નીકાંત તેમજ આસામના CM હેમંતા વિશવા સરમા જામનગરના મહેમાન બન્યા છે.
મોંઘેરા ગેસ્ટ માટે એક સ્પેશિયલ વનતારા થીમ બેઝ ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગિસેટને સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપવામાં આવી છે. જેમાં પેનના બે બોક્સ, ‘વનતારા’ ડિઝાઈન ધરાવતા કાગળના રેપરમાં ચૉકલેટ અને વનતારા થીમ બેઝ કેલેન્ડર છે. આજે ફંક્શનના અંતિમ દિવસે એક પછી એક મહેમાનો રિલાયન્સ ટાઉનશિપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યાં છે. તેઓના લગેજમાં આ વનતારા થીમ બેઝ રિટર્ન ગિફ્ટ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.