‘વનતારા’ની મુલાકાતે આવ્યા મોટા મોટા સેલિબ્રિટી: નીતા અંબાણી ચશ્માં પહેરીને કરાવ્યું જોરદાર ફોટોશૂટ, જુઓ PHOTOS

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ફાઉન્ડર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના મેરેજ આ વર્ષના અંતમાં એનકોર હેલ્થકેરના CEO વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકા મર્ચેંન્ટ સાથે લગ્ન કરશે. આજે બીજા દિવસે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મહેમાનોને ‘વનતારા’ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. માસુમ એનિમલ્સની સેવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘વનતારા’ની મુલાકાત દરમિયાન સેલિબ્રિટીઓ ફંકી લુકમાં જોવા મળ્યા હતા.

રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય ઇન્ટરનેશનલ લેવલ પર સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પરાનીઓનું ધ્યાન રાખવાનું અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે

તે માટે ૩ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે. આપણા દેશના અને ઇન્ટરનેશનલ ટોપ પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો આ સ્પેશિયલ મિશનમાં જોડાયા છે.

તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

છેલ્લા ઘણા બધા વર્ષોમાં, ઇવેન્ટમાં 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

YC