BREAKING: તૈયાર થઇ જજો, આ તારીખથી ગુજરાતના આ વિસ્તારોમાં પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર મેઘસવારીનો વ્યાપ વધ્યો હોય તેમ 150 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. પણ વરસાદની માત્રા ઓછી થઈ હતી. સૌથી વધુ સાડા ૩.૫ ઇંચ જામખંભાલીયા તથા જાંબુઘોડામાં વરસાદ થયો હતો.

સ્ટેટ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરનાં રીપોર્ટ અનુસાર આપણા રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ 10-27 મીમી વરસાદ થયો હતો. સીઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 611.99 મીમી થયો છે તે 72.86 % થવા જાય છે.

રાજયના માત્ર 12 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. 104 તાલુકામાં 10 થી 20 ઈંચ, 102 તાલુકામાં 20 થી 40 ઈંચ તથા 33 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થઈ ગયો છે.
વરસાદના કાળા કહેરથી હજુ સૌરાષ્ટ્ર બેઠું નથી થયું ત્યારે વરસાદને લઈને ફરીથી આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાતની અંદર ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાયા છે અને ઘણા સ્થળોએ છુટોછવાયો વારસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી આગાહી કરતા જણાવ્યું છે કે, 8થી 24 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના પથંકમાં પણ વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સમી, હારીજ, બહુચરાજી, કડી સહિત સુરેન્દ્રનગર અને પંચમહાલના વિસ્તારોમાં પણ હળવો ઉપરાંત અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડતો રહેશે અને જેના બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે.

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ પણ આગામી 5 દિવસો સુધી વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. માછીમારોને 20 અને 21 સપ્ટેમ્બરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે.

હવે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 % વરસાદની ઘટ દેખાઈ રહી રહી છે ત્યારે હવામાન વિભાગે પણ એક આગાહી કરી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. ગુજરાતના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Niraj Patel