વરસાદને લઈને અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી, ગુજરાતના આ ડેમ થશે ઓવરફ્લો, દરિયા કિનારા વિસ્તાર માટે પણ આપી આ ચેતવણી

વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની બિહામણી આગાહી, જુઓ આ તારીખથી મેઘરાજ ફરીથી મચાવશે ધબધબાટી,

Ambalal Patel’s Third Round Rain Forecast : ગુજરાતમાં હાલ ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ હાલ એક આગાહી સામે આવી છે.

ત્રીજા રાઉન્ડની આગાહી :

ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પુરા થઇ ગયા છે. જેમાં સીઝનનો 4.77 ટકા જેટલો વરસાદ પણ વરસી ચુક્યો છે. એકદંરે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ પણ વરસી ચુક્યો છે. ત્યારે હવે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને પણ હવામાન વિદ અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે.

આ વિસ્તારમાં જોવા મળશે વધુ વરસાદ :

અંબાલાલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 18 અને 19 જુલાઈના રોજ વધુ ડીપ ડિપ્રેશન જોવા મલશે. જેને લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત 20થી 25 જુલાઈ સુધીમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સાથે જ 28 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે.

આ નદીઓ છલકાશે :

આ દરમિયાન બનાસકાંઠા, કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં પણ વરસાદ ખાબકશે. તો અંબાલાલના જણાવ્યા અનુસાર ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત નર્મદા અને તાપી ડેમ પણ છલકાશે. તેમને એમ પણ જણાવ્યું કે ભારે વરસાદના કારણે ગંગા અને યમુના નદીમાં જળસ્તર પણ વધશે.

Niraj Patel