વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી…હોળીમાં વરસાદ પડવાને લઈને કહી મોટી વાત…જુઓ શું કહ્યું ?

અંબાલાલ પટેલે હોળીની જોર પરથી નક્કી કરી ચોમાસુ કેવું રહેશે તેની આગાહી.. ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડું…

સમગ્ર ગુજરાતની અંદર ગત રોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણ બદલાયું અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જબરદસ્ત પવન ફૂંકાયો હતો અને સાથે જ કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઘણા બધા સ્થળે કરા પણ પડ્યા હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે એક તરફ જયારે શિયાળો વિદાય લઇ ચુક્યો છે અને ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે જ કમોસમી વરસાદે ખેડૂતોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ત્યારે ગત રોજ હોળીનો તહેવાર પણ હતો અને આ બાબતે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળીની જાર પરથી ચોમાસુ કેવું રહેશે તે અંગેનું અનુમાન પણ લગાવ્યું હતું.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તેમના અનુમાન પ્રમાણે હોળી સૂર્યાસ્ત બાદ પ્રગટાવવામાં આવી છે અને સંધ્યા સમયના 96 મિનિટ પવન જોવામાં આવ્યો. હોળી પ્રગટાવ્યા બાદ આ વખતનો પવન વાયવ્ય તરફનો હતો અને પવનનો ઝૂકાવ પશ્ચિમ તરફનો હતો જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચોમાસુ એકંદરે સારું રહેશે. આ ઉપરાંત વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી તા. 14થી 16 દરમિયાન પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી તા. 14થી 16 સુધી રાજયમાં વરસાદની સંભાવના રહેલી છે. ત્યારે હવે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે

Niraj Patel