અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જુઓ શું કહ્યું ?

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લઇ લીધો હતો, જેના બાદ રાજ્યભરમાં ગરમી ખુબ જ વધી ગઈ હતી. છેલ્લા બે દિવસથી તો ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગત રોજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પણ પડેલા જોવા મળ્યા હતા. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિદ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન વિદ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા છે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યભરમાં 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ વરસાદી માહોલ રહેશે. ત્યારે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થઇ શકે છે.

તો આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગીર, સોમનાથ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના 18 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Niraj Patel