ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતવરણ ડામાડોળ થઇ ગયું છે. દિવસે ગરમી રહે છે અને સાંજે વાદળ છવાઈ જાય છે. તો રાત્રે પણ ઠંડીનો ચમકારો જોવા મળે છે. ભર ઉનાળે માવઠા પણ થવા લાગ્યા છે, ત્યારે આવી સીઝનને લઈને લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે સાથે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગ અને હવામાન વિદ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ માવઠાની અસર જોવા મળવાની છે.
અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. થોડા સમય પહેલા તેમણે રાજ્યમાં બીમારીનો ખતરો પણ આવવાની આગાહી કરી હતી. ત્યારે વરસાદ અને બીમારી બાદ હવે અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે. તેમને જણાવ્યું કે 17 જૂન બાદ આંધી અને વંટોળ સાથે વરસાદ પડી શકે છે, વરસાદ પડવાથી જ્યારે જમીનમાં બાફ વધે છે ત્યારે સરીસૃપો કે જેને આપણે દળચર પણ કહી શકીએ તેવા પ્રાણીઓ અને જંતુઓ બહાર આવતા હોય છે.
આ ઉપરાંત તેમને વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠાનું જોર રહેશે. સાથે જ તેમને વીજળી અને કડાકા ભડાકા સાથે અનેક વિસ્તરમાં કરા પાડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ઉપરાંત કાળઝાળ ગરમી પડવાના પણ એંધાણ વ્યક્ત કર્યા છે. તેમને આ સમય ગાલ દરમિયાન કેરીના પાકને નુકશાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે. ઉનાળામાં સાપ નીકળે તે સ્વાભાવીક બાબત છે પરંતુ તે કરડશે તેવું નક્કી ન કહી શકાય, વરસાદ આવશે તેને કારણે સાપ જેવા જળચર પ્રાણીનો ઉપદ્રવ વધશે જેના લીધે સર્પદંશના કિસ્સાથી ધ્યાન રાખવું પડશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 31 માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે સતત ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને 3થી 8 એપ્રિલ સુધી પણ રાજ્યમાં વાતાવરણમાં પલટો થવાની અને વાદળછાયું વાતાવરણ રહેવાનું શક્યતા વ્યક્ત કરી હતી. તેમને 8થી 14 એપ્રિલ દરમિયાન આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન તેમને ખેડૂતોને પણ સાવધાન રહેવા જણાવ્યું છે.