નવા વર્ષની શરૂઆતમાં જ ધબધબાટી બોલાવશે માવઠું, અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલની કરા સાથે વરસાદની આગાહી ! નવા વર્ષની શરૂઆતમાં જ માવઠું…કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

વર્ષ 2023 પૂર્ણ થવાને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યાં નવા વર્ષના પહેલા માસમાં પહેલા સપ્તાહમાં જ કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી અંબાલાલે આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને સાથે રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે તેવું અંબાલાલે જણાવ્યુ છે.

પહેલા સપ્તાહમાં જ કમોસમી વરસાદની આગાહી 

29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થવાને પગલે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે.

29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા

જેને કારણે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની પણ શક્યતા સેવાઈ રહી છે. ડિસેમ્બરનાં અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 5 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં માવઠાની આશંકાઓ છે. આ સાથે 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકરસંક્રાંતિ માટે વિલન બને તેવું કહેવાઇ રહ્યુ છે.

રાજ્યમાં હાલ કડકડતી ઠંડી

જાન્યુઆરી તો ઠીક પરંતુ ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરાઇ છે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને મોટાભાગના શહેરમાં તો તાપમાનનો પારો પણ 10 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. નલિયા સૌથી ઠંડુ શહેર છે. 29 ડિસેમ્બરે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે અને જાન્યુઆરી પણ ઠંડોગાર રહેશે.

Shah Jina