ફેબ્રુઆરીમાં હાડ થીજવતી ઠંડી સાથે કમોસમી વરસાદની પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

‘ડિસેમ્બરમાં પણ નહીં પડી હોય એવી ફેબ્રુઆરીમાં પડશે ઠંડી, આ તારીખે કમોસમી વરસાદ પણ…’ : અંબાલાલ પટેલ

ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડીની અંબાલાલ પટેલની આગાહી

હાલ અમદાવાદમાં મિશ્ર ઋતુ જેવો માહોલ છે, સવારે અને રાતે ઠંડી તો બપોરે તાપનો અનુભવ થાય છે. અત્યાર સુધી તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો જ નથી એમ કહીએ તો ચાલો. જો કે, ફેબ્રુઆરી માસમાં ગુજરાતના મોસમને લઇને હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ફેબ્રુઆરી મહિનામાં એવી ઠંડી પડશે કે ડિસેમ્બર મહિનામાં પણ નહીં પડી હોય.

આ ઉપરાંત તેમણે માવઠાની પણ આગાહી કરી છે. ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા થશે અને આજે એટલે કે 31 જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે, ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે પણ માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે.

મઘ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30-31 હોવાની શક્યતા છે. એટલે કે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે. માવઠા વિશે અંબાલાલે જણાવ્યુ કે, ફેબ્રુઆરી-માર્ચમાં કમોસમી વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પણ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે ઉષ્ણતામાનમાં વધારો થશે.

અંબાલાલ પટેલ અનુસાર, ફેબ્રુઆરીમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે અને પ્રથમ સપ્તાહમાં તેમજ ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. 18-19-20 અને 21 ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે.

Shah Jina