ગુજરાતના માથે મોટા સંકટના એંધાણ ! માવઠા સાથે વાવાઝોડું અને હાડ થીજવી દેનારી ઠંડીની આગાહી કરી અંબાલાલ પટેલે, જુઓ શું કહ્યું ?

અંબાલાલનું હવામાન વિભાગથી વિપરીત અનુમાન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હાડ થીજવતી ઠંડીની કરી આગાહી, તારીખ પણ આપી

Ambalal Patel bone-chilling cold in 24 hours : ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરના વહેલી સવારથી ઠંડીનો માહોલ જામતો જોવા મળે છે. ત્યારે આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ, વાવાઝોડા અને કાતિલ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યું કે, “આગામી 24 કલાકમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા છે. 15 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગો સુધીમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે.”

અંબાલાલ પટેલની આગાહી :

અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે, “ઉત્તર ભારતમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષ થવાની શકયતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થાય અને અરબી સમુદ્રની હલચલ 15 ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે. ગુજરાત પર વાદળો આવશે અને ઠંડી ઘટશે. 17થી 18 ડિસેમ્બર બાદ દક્ષિણ ચીનમાં ભારે વાવાઝોડું થતાં તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે.”

હાડ થીજવી દેનારી ઠંડી :

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માવઠા અને વાવાઝોડાની પણ આગાહી :

આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરતા જણાવ્યું કે, “20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે.”

Niraj Patel