ખબર

એમેઝોનના આઇકોનની હિટલરની મૂછો સાથે તુલના, લોકો કરવા લાગ્યા વિરોધ પછી કંપનીએ લીધુ આ એક્શન

ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોને તેની એપનો લોગો બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયા યુઝરે આ લોગોની તુલના હિટલરની મૂછો સાથે કરી દીધી હતી, જે બાદ કંપનીએ એક્શન લેતા એપના લોગોને ફરીથી બદલી નાખ્યો છે.

ઇ-કોમર્સ કંપની એમેઝોને વર્ષની શરૂઆતમાં તેનો લોગો બદલ્યો હતો. આ લોગોની તુલના લોકોએ હિટલરની મૂછો સાથે કરી અને ખૂબ જ ટ્રોલ કર્યો.

કંપનીએ નવા લોગોમાં યલો બેકગ્રાઉન્ડ પર કંપનીની સિગ્નેચર સ્માઇલ અને સૌથી ઉપર બ્લુ રંગની ટેપ રાખી, આ લોગો ડિલિવરી બોક્સ જેમ જોવાઇ રહ્યો હતો. પરંતુ હવે વિરોધને વધતો જોઇ કંપનીએ આ લોગોમાં ફરી બદલાવ કર્યો છે.

25 જાન્યુઆરી 2021ના રોજ જયારે કંપનીએ નવો લોગો એપ પર અપડેટ કર્યો જે બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેનો ખૂબ વિરોધ કરવાનો શરૂ કરી દીધો.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનના લોગોને હિટલરની મૂછો સાથે જોડ્યો અને ટ્વીટર પર સતત તેનો વિરોધ કર્યો. ત્યાં જ કેટલાક લોકોએ લખ્યુ કે, એમેઝોનને તેના લોગો પર બીજીવાર વિચાર કરવાની જરૂરત છે.

નવા લોગોના સતત થઇ રહેલ વિરોધને પગલે એમેઝોને એકવાર ફરી તેનો લોગો બદલી દીધો છે. કંપનીના નવા લોગોને એપલ એપ સ્ટોર પર જોઇ શકાય છે.

એમેઝોનના એક પ્રવકતાએ સીએનએનને કહ્યુ હતુ કે, અમે નવા લોગોને ડિઝાઇન કર્યો છે. જયારે ગ્રાહક તેમના ફોનથી ખરીદી શરૂ કરે છે. ઠીક એ જ રીતે જેવા તે પોતાના દરવાજા પર અમારા બોક્સને જોવે છે.

નવા લોગોના વિરોધ બાદ કંપનીએ તેને બદલવાનો વિર્ણય કર્યો. તેમણે નવા લોગોને ફરી એકવાર અપડેટ કરી લીધો છે.

કંપનીએ નવા લોગોને પણ પીળા કલરના બેકગ્રાઉન્ડમાં રાખ્યો છે અને સ્માઇલને પણ એ જ રીતે રાખી છે. પરંતુ તેના ટોપમાં લાગેલી ટેપની સ્ટાઇલને હદલી દીધી છે.