પાટીદાર આંદોલન સમયે પ્રકાશમાં આવેલા પાસ નેતા અલ્પેશ કથીરિયાએ ભાજપના મહિલા નેતા સાથે કરી સગાઈ

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા થયેલા પાટીદાર આંદોલન એક મોટી ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં બે યુવા નેતાઓ ખુબ જ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એક હાર્દિક પટેલ અને બીજા અલ્પેશ કથીરિયા હતા. ત્યારે હવે અલ્પેશ કથીરિયાને લઈને એક ખુશ ખબરી આવી છે, અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા કાવ્યા પટેલ સાથે સગાઈ કરી લીધી છે. જેમની તસ્વીર પણ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ કરી છે. અલ્પેશ કથીરિયાનું નવું જીવન હવે કાવ્યા પટેલ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા.

અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું છે. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. જયારે અલ્પેશ પોતાના સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાને કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે.

પાટીદાર આંદોલન સમયે ઉભરી આવેલા બંને ચહેરાઓ પૈકી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઊભર્યો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલમાં જ સુરતમાં AAPને મોટી સફળતા અપાવ્યા બાદ અલ્પેશ કથીરિયા પણ આપમાં જોડાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Niraj Patel