લોક ગાયિકા અલ્પા પટેલના લગ્નની તસવીરો આવી સામે, પતિ ઉદય ગજેરાએ સેંથામાં ભર્યું સિંદૂર, બંધ આંખોએ અલ્પા પટેલે સ્વીકાર્યો પ્રેમ, જુઓ

ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પાબેન પટેલ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે, તેમના લગ્ન ઉદય ગજેરા સાથે થયા છે. તેમના લગ્ન બાદ  તેમની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી હતી, ત્યારે હવે અન્ય કેટલીક તસવીરોને પણ અલ્પાબેને શેર કરી છે.

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેઓ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

લગ્નબાદ અલ્પાબેન તેમના પતિ સાથે રજાઓ માણવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પણ તેમને કેટલીક શાનદાર તસીવરો શેર કરી હતી. સોશિયલ મીડિયામાં તેમના પ્રવાસની તસવીરો પણ સામે આવીહતી, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, કેટલીક તસવીરો તેમને પોતાની સ્ટોરીમાં પણ શેર કરી હતી, જેમાં એરપોર્ટ ઉપર અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે જોવા મળી રહ્યા હતા.  આ ઉપરાંત તેમને કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી હતી.

પોતાના આ પ્રવાસ દરમિયાન તેમને એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યા હતા, જેમાં તે પોતાના પતિ ઉદય ગજેરનો હાથમાં હાથ પકડી અને ચાલી રહ્યા હતા, સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર ગીત પણ તેમને મૂક્યું હતું “સાગર કિનારે” અલ્પાબેન અને તેમના પતિનો આ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો હતો.

ત્યારે હાલમાં જ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તેમાં લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તેમના લગ્નની અંદર થતા અલગ અલગ વિધિ પણ જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં તેમનું મંગળસૂત્ર પણ જોવા મળી રહ્યું છે, જે ખુબ જ સુંદર છે. આ તસ્વીરોને પણ ચાહકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

અન્ય એક તસ્વીરમાં અલ્પાબેન અને તેમના પતિ માતાજીની પ્રતિમા સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમના ચહેરા ઉપર પણ અનેરી ખુશી છલકતી જોવા મળી રહી છે. તેમના પતિ ઉદય ગજેરા પણ આ તસ્વીરમાં ખુબ જ ખુશ જોવા મળી રહ્યાં છે. તો એક તસવીરમાં તે સ્ટેજ ઉપર બેઠા છે અને તેમની સામે એક શાનદાર કેક પણ જોવા મળી રહી છે.

ઉદય ગજેરા અને અલ્પાબેનના કોલાબ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાંથી એક તસવીરમાં ઉદય ગજેરા તેમના પત્ની અલ્પા પટેલના સેંથામાં સિંદૂર ભરતા પણ જોવા મળી રહ્યા છે. જયારે ઉદય ગજેરા અલ્પાબેનના સેંથામાં સિંદૂર ભરતા હોય છે ત્યારે અલ્પા બેન પણ તેમની આંખોને બંધ કરીને આ પ્રેમને ગ્રહણ કરતા જોવા મળે છે.

થોડા દિવસ પહેલા પણ અલ્પાબેને તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર લગ્નની ત્રણ શાનદાર તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ લગ્નના પરિધાનમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા અને તેઓ કેમેરા સામે અર્પણ શાનદાર પોઝ આપી રહ્યા હતા. ત્યારે પણ તેમની આ તસ્વીરોને ચાહકોએએ ખુબ જ પસંદ કરી હતી.

બે દિવસ પહેલા જ હોળીના તહેવાર ઉપર પણ પોતાના ચાહકોને શુભકામનાઓ આપવા માટે અલ્પાબેને ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેમના હાથોની અંદર રંગ લગાવેલો જોવા મળી રહ્યો હતો. આ તસવીરો શેર કરવાની સાથે અલ્પાબેને તેમના ચાહકોને હોળીની શુભકામનાઓ પણ આપી હતી.

તમને જાણવી દઈએ કે લગ્ન બાદ અલ્પાબેન અને તેમના ભરથાર ઉદય ગજેરા આંદામાનમાં રજાઓનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા. ઉદય ગજેરા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે આંદામાનના દરિયા કિનારે શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અલ્પાબેનનો હાથ પકડીને પણ ચાલતા નજર આવ્યા હતા. અલ્પાબેન સાથે પણ તેમના પતિ ઉદય ગજેરા શાનદાર પોઝ આપતા પણ જોવા મળી રહ્યા હતા.

અલ્પાબેને શિવરાત્રીના પાવન પર્વ ઉપર જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

Niraj Patel