‘બાર્બી ડોલ’ જેવી દેખાવવા માટે આ મહિલાએ છેલ્લા 30 વર્ષથી ન કપાવ્યા પોતાના વાળ, તસવીરોમાં જુઓ તેનો જબરદસ્ત લુક

વાળ દરેક મહિલાનું આભૂષણ હોય છે, દરેક મહિલા એવું ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને મુલાયમ હોય. વાળના કારણે મહિલાઓની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. ઘણી મહિલાઓ પોતાના વાળની ખુબ જ સારી રીતે કાળજી લેતી હોય છે. તેમને પોતાના વાળ પ્રત્યે અનેરો પ્રેમ પણ હોય છે.

રિયલ લાઈફમાં પરી જેવી દેખાવવા વાળી લગભગ સાડા છ ફિટના નેચરલ વાળ સાથે એક મહિલાની તસ્વીર સામે આવી છે. જેને લોકો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરી રહ્યા છે. યુક્રેનના ઓડેશામાં રહેવા વાળી બિઝનેસ ઓનર એલેના ક્રવશેનકોએ પોતાના વાળને પરી જેવા બનાવવા માટે ખુબ જ મહેનત કરી છે.

મિરર ડોટ કોમ વેબસાઈટ પ્રમાણે એલેના પોતાના વાળને ત્યારથી લાંબા કરી રહી છે જ્યારથી તે 5 વર્ષની હતી. પાંચ વર્ષની ઉંમરમાં તેની માતાએ તેને જણાવ્યું હતું કે મહિલાના વાળ ખુબ જ લાંબા હોય છે અને ત્યારથી તે પોતાના વાળને લાંબા કરવામાં લાગી ગઈ.

એલેના જણાવી રહી છે કે હવે તેના વાળ એટલા લાંબા છે કે જયારે તે ચાલે છે ત્યારે તેના પગ વાળમાં દબાઈ જાય છે. છેલ્લા 30 વર્ષોથી એલેના પોતાના વાળની દેખરેખ માટે સખત હર કેયર રૂટિન ફોલો કરે છે.

એલેને અઠવાડિયામાં ફક્ત એક જ વાર પોતાના વાળને ધુએ છે. જેમાં 30 મિનિટ લાગે છે અને તૂટતાં બચાવવા માટે પોતાના વાળમાં ક્યારે કાંસકો નથી ફેરવતી. ના સુકાવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે. તે પોતાના વાળને પ્રાકૃતિક રીતે સુકાવવાનું પસંદ કરે છે.

એલેનાના જણાવ્યા અનુસાર કોઈપણ તેના વાળની જેમ લંબાઈ મેળવી શકે છે. જેટલી તેની પાસે છે. બરાબર તે રીતે જ વાળને વધવા દેવા માટે ધીરજ અને આકાંક્ષા રાખવી પડશે.

એલેના સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના વાળની તસવીરો તે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના 60 હજાર ફોલોઅર્સ છે. તેની તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel