મેં ઝુકેગા નહિ…! અલ્લુ અર્જુને ઠુકરાવી ફેમસ દારૂ બ્રાંડને પ્રમોટ કરવાની કરોડોની ઓફર…

અલ્લુ અર્જુને ઠુકરાવી કરોડોની ઓફર, દારૂની ફેમસ બ્રાંડને મારી લાત, પુષ્પા-2 માટે કરવામાં આવી હતી પેશકશ

સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને લોકો ખૂબ પસંદ કરે છે. તેણે કરિયરમાં ભલે સાઉથમાં વધારે કામ કર્યુ હોય, પણ ઉત્તર ભારતમાં પણ તેને ઘણા ચાહકો ફોલો કરે છે. અલ્લુ અર્જુન પણ તેના ચાહકોના પ્રેમને ખૂબ સન્માન આપે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો માટે એક ઉદાહરણ બની ગયુ. અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ એટલે કે ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની જોરદાર સફળતા બાદ માનવામાં આવી રહ્યું છે કે તેની સિક્વલ જોરદાર કમાણી કરનાર ફિલ્મોમાંની એક બનશે.

આટલી જોરદાર હાઇપવાળી ફિલ્મમાં એક-એક એડ પ્લેસમેન્ટ માટે કેટલી જબરદસ્ત રકમ મળી રહી હશે, એની સરળતાથી કલ્પના કરી શકાય છે. પરંતુ સમાચાર છે કે અલ્લુ અર્જુને ‘પુષ્પા 2’ માટે એક મોટી બ્રાન્ડ ડીલ ઠુકરાવી છે. તેનું કારણ એ છે કે તે પોતાની ફિલ્મ દ્વારા કોઈ ખરાબ આદતને સમર્થન આપવા માંગતો નથી. ભલે અર્જુન ‘પુષ્પા’ ફ્રેન્ચાઈઝીમાં એક રાઉડીનું પાત્ર ભજવી રહ્યો હોય, પરંતુ કેટલીક લાઈનો એવી છે જેને તે પાર કરવા માંગતો નથી.

અલ્લુ અર્જુને હંમેશા તમાકુ, ગુટખા અને દારૂની બ્રાન્ડને એન્ડોર્સ કરવાનું ટાળ્યું છે. ત્યારે રીપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2’માં એડ પ્લેસમેન્ટ માટે એક પોપ્યુલર દારૂ અને પાન બ્રાંડના મેકર્સને અપ્રોચ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં જ્યારે પણ પુષ્પરાજનું પાત્ર દારૂ પીતું કે તમાકુનું સેવન કરતું બતાવવામાં આવે ત્યારે આ બ્રાન્ડનો લોગો ફ્રેમમાં આવી જાય.

આ ડીલ માટે બ્રાન્ડ દ્વારા નિર્માતાઓને રૂ.10 કરોડની ઓફર પણ કરવામાં આવી પરંતુ અર્જુને ના પાડી દીધી કારણ કે તે આવી બ્રાન્ડ્સને પ્રમોટ કરવામાં કમ્ફર્ટેબલ નથી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે ફેન્સ વચ્ચે આવી ખરાબ આદતોને સમર્થન આપવા માંગતો નથી. જો કે, અલ્લુ અર્જુને આવું પહેલીવાર નથી કર્યું. ‘પુષ્પા’ની સફળતા પછી તેને ટીવી કમર્શિયલ માટે આવી પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ ઓફર કરવામાં આવ્યું હતું.

પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. અર્જુનની ટીમે જણાવ્યું હતું કે તે અંગત રીતે ન તો તમાકુનું સેવન કરે છે અને ન તો તેના ચાહકોમાં આ આદતને સમર્થન આપવા માંગે છે. જણાવી દઇએ કે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝીલ પણ જોવા મળશે. તેલુગુની સાથે આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.

Shah Jina