“પુષ્પા” સિવાય અલ્લુ અર્જુનની આ 4 હિટ ફિલ્મો તમે જોઈ કે નહીં ? આ ફિલ્મોમાં તેની ધાકડ એક્શન જોઈને બોલીવુડના હીરોને પણ ભૂલી જશો

થોડા મહિનાઓ પહેલા આયેલી સાઉથની ફિલ્મ “પુષ્પા”એ આખા દેશને દીવાના બનાવી દીધા, આ ફિલ્મની અંદર અલ્લુ અર્જુન પુષ્પાના રોલમાં જોવા મળ્યો અને તેનો અંદાજ અને સ્ટાઇલના લોકો દીવાના બની ગયા, આ ફિલ્મના ગીતો અને કેટલાક સીન ઉપર આજે પણ લોકો વીડિયો ક્રિએટ કરતા જોવા મળે છે, પરંતુ અલ્લુ અર્જુને ફક્ત પુષ્પામાં જ નહિ પરંતુ બીજી પણ કેટલીક ફિલ્મોમાં ધાકડ અભિનય કર્યો છે, ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મો છે તે.

1. “પુષ્પા” :
“પુષ્પા” ફિલ્મમાં અભિનેતાની શાનદાર એક્ટિંગે બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનું પાત્ર તેણે ભજવેલા તમામ પાત્રો કરતાં તદ્દન અલગ હતું. પુષ્પામાં, અલ્લુ અર્જુન એક મજૂરમાંથી સ્મગલિંગનો રાજા બન્યો હતો. આ ફિલ્મમાં અભિનેતાનો રફ એન્ડ ટફ રોલ લોકોને પસંદ આવ્યો હતો.

2. ડીજે:
સાઉથ ફિલ્મોના સુપરહિટ અભિનેતા અલ્લુ અર્જુનની શાનદાર ફિલ્મ ડીજે (દુવવાડા જગન્નાથ) વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા એક એવા માણસની આસપાસ ફરે છે જે લગ્ન અને ઉજવણીમાં રસોઈયાનું કામ કરે છે. પરંતુ તેની ગુસ્સાવાળી શૈલીથી તે ઘણા ગુનેગારોને તેમના કાર્યો માટે સજા પણ આપે છે. ખાસ વાત એ છે કે તે ગુનેગારોને તેમના મુકામ સુધી પહોંચાડવાનું કામ તેના પરિવારના સભ્યોથી ગુપ્ત રીતે કરે છે.

3. આલા વૈકુંઠપુરમલો:
વર્ષ 2020માં આવેલી ફિલ્મ “આલા વૈકુંઠપુરમલો” અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં અભિનેતા સાથે બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે પણ જોવા મળી હતી. ફિલ્મમાં અલ્લુના પાત્ર વિશે વાત કરીએ તો અભિનેતાએ બંતુ નામના એક વ્યક્તિની ભૂમિકા ભજવી છે, જે તેના પિતાને શોધવા નીકળે છે અને બાદમાં તેમને હેરાન કરનાર વ્યક્તિથી તેના પરિવારને બચાવે છે.

4. સરરૈનોડુ:
2016ની આ ફિલ્મ “સરરૈનોડુ”માં અલ્લુ અર્જુને એક ભૂતપૂર્વ સૈનિકની ભૂમિકા ભજવી હતી, જે ભ્રષ્ટાચારીઓને અને અન્યાય કરનારાઓને સજા આપે છે. ફિલ્મમાં અભિનેતાના જોરદાર એક્શનની સાથે તમને તેની રોમેન્ટિક શૈલી પણ ખૂબ જ ગમશે. તેના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 127 કરોડનો બિઝનેસ કર્યો હતો. દર્શકો આ ફિલ્મ જિયો સિનેમા પર જોઈ શકે છે.

5. રેસ ગુર્ર્મ:
અલ્લુ અર્જુનની ફિલ્મ રેસ ગુર્ર્મ એક એક્શન કોમેડી ફિલ્મ છે, જે એક સામાન્ય છોકરાની વાર્તા છે, જેનું જીવન અચાનક બદલાઈ જાય છે જ્યારે એક ખતરનાક ગુનેગાર શિવ રેડ્ડી તેના જીવનમાં પ્રવેશ કરે છે. દર્શકો આ ફિલ્મને યુટ્યુબ પર જોઈ શકે છે.

Niraj Patel