અમેરિકામાં અલ્લુ અર્જુનનો પુષ્પા સ્વેગ, ભારતનો ઝંડો હાથમાં લઈને કહ્યું, “આ ભારતનો તિરંગો છે, ઝુકશે નહિ !” લોકો બોલ્યા- આ છે રિયલ હીરો.. જુઓ વીડિયો

અભિનેતા અલ્લુ અર્જુનની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની શાનદાર સફળતા બાદ, અભિનેતા આ દિવસોમાં આ ફિલ્મના ભાગ 2 ‘પુષ્પાઃ ધ રૂલ’ માટે ચર્ચામાં છે. આ સિવાય અભિનેતાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તિરંગાની પરેડમાં ભાગ લેતો જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં અલ્લુ ન્યૂયોર્કમાં હતો. જ્યાં તેણે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા દ્વારા આયોજિત પ્રખ્યાત ભારતીય વાર્ષિક કાર્યક્રમોમાંની એક ઈન્ડિયા ડે પરેડમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે અહીં પરેડમાં સામેલ થયો હતો. વીડિયોમાં તે હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોઈ શકાય છે.

અલ્લુ અર્જુને ન માત્ર પરેડમાં ભાગ લીધો હતો પરંતુ તેને ગ્રાન્ડ માર્શલના ખિતાબથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ઉલ્લુ અર્જુન સફેદ કુર્તામાં જોઈ શકાય છે, જ્યારે સ્નેહા રેડ્ડી પીળા સૂટમાં જોવા મળી હતી. બંનેને ઓપન-ટોપ વાહનમાં શુભેચ્છા પાઠવતા જોઈ શકાય છે.

મળતી માહિતી મુજબ, અલ્લુ અર્જુન અને તેની પત્ની દેશના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ન્યૂયોર્ક ગયા હતા. એક તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું “ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં ભવ્ય માર્ચ કરવી એ સન્માનની વાત છે. જ્યારે ભારતીય સ્ટાર આવ્યો ત્યારે ન્યૂયોર્કની શેરીઓ ગીતો અને પોસ્ટરોથી ભરાઈ ગઈ હતી, જ્યાં ત્યાં રહેતા ભારતીય લોકોએ તેમના મનપસંદ આઈકન સ્ટારનું જોરથી સ્વાગત કર્યું હતું. તસવીરમાં તમે અમેરિકામાં અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ભીડ જોઈ શકો છો.

અલ્લુ અર્જુને આ દરમિયાન જય હિન્દના નારા લગાવ્યા હતા અને જ્યારે તેણે સભાને સંબોધિત કરી ત્યારે તેણે આપણા રાષ્ટ્રધ્વજ વિશે ગર્વથી કહ્યું, ‘યે ભારત કા તિરંગા હૈ, કભી ઝુકેગા નહીં’. તિરંગો લહેરાવ્યા બાદ અલ્લુ અર્જુને કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે જેમાં તે ન્યૂયોર્ક સિટીના મેયર સાથે જોવા મળી રહ્યો છે. તસવીરમાં, તે પુષ્પાનો આઇકોનિક સ્ટેપ કોપી કરતો પણ જોઇ શકાય છે.

અભિનેતાએ લખ્યું, ‘ન્યૂયોર્ક સિટીના મેયરને મળીને આનંદ થયો, ખૂબ જ સહાયક સજ્જન.. આદર બદલ આભાર શ્રી એરિક એડમ્સ… 00વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ ડિરેક્ટર સુકુમારની ‘પુષ્પાઃ ધ રૂલ’ની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મની ટીમે શૂટિંગ શરૂ કરતા પહેલા જ પૂજા સમારોહનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પુષ્પા સિરીઝના નિર્માતા મૈત્રી મૂવી મેકર્સે જાહેરાત કરી છે કે, ‘પુષ્પરાજ ઈઝ બેક!’.

Niraj Patel