આને કહેવાય સાહસ… એક અજાણી મહિલાને બચાવવા માટે જીવની ચિંતા કર્યા વગર આ વ્યક્તિ ભીડાઈ ગયો મગર સાથે, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

આપણે ઘણા એવા લોકોને જોયા હશે જે હંમેશા મદદ કરવા માટે તૈયાર જ રહેતા હોય, ઘણા લોકો તો એવા પણ હોય છે જે ઘણીવાર પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકોની મદદ કરે છે, હાલમાં એવા જ એક જિંદાદિલ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે એક મહિલાને બચાવવા માટે મગર સાથે બાથ ભીડી લેતો જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં આ વ્યક્તિની બહાદુરી જોઈને લોકો પણ તેની પ્રસંશા કરી રહ્યા છે. આ ઘટના 14 ઓગસ્ટના રોજ અમેરિકાના Utah રાજ્યમાં આવેલા એક રેપિટાઈલ ઝૂમાં બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વાયરલ વીડિયોને જોઈને લોકો હેરાન પણ રહી જતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો શેર કરનાર વ્યક્તિએ વીડિયો સાથે કેપશનમાં જણાવ્યું છે કે, “જુઓ કેવી રીતે વ્યક્તિએ મહિલાને બચાવી. મહિલા હેન્ડલરને મગરે પકડી લીધી હતી. એવામાં ઝૂની અંદર ફરવા માટે આવેલા એક વ્યક્તિએ પોતાના જીવની ચિંતા કર્યા વગર મહિલાની મદદ કરવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર મગર ઉપર કૂદી ગયો.”

વીડિયોની અંદર જોઈ શકાય છે કે મહિલા હેન્ડલર મગરને તેનો હાથ બતાવીને પાણીમાં જવા માટે કહે છે. પ્રાનુત તે દરમિયાન જ મગર તેનો હાથ પોતાના મોઢામાં પકડી લે છે. તે પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મગર પણ પાણીમાં આળોટવા લાગે છે અને પકડ વધારે મજબૂત કરી લે છે. એવામાં ત્યાં હાજર રહેલો એક પ્રવાસી જીવની ચિતા કર્યા વગર જ મગર ઉપર કૂદી પડે છે અને મહિલાને બચાવે છે.

મગરની પીઠ ઉપર બેસી અને ઘણી મુશ્કેલી બાદ તે મહિલાનો હાથ મગરના મોઢામાંથી બહાર કાઢાવે છે. હાથ છુટતા જ મહિલા ટબની બહાર નીકળી જાય છે અને તે વ્યક્તિ પણ ખુબ જ સાવધાની સાથે ટબમાંથી બહાર આવી જાય છે. આ દુર્ઘટનામાં મહિલા હેન્ડલરના હાથમાં ગમ્ભીર ઈજાઓ પણ આવી હતી. હાલમાં તે હોસ્પિટલમાં છે અને સ્વસ્થ છે.

Niraj Patel