મનપસંદ સુંદર મહિલાને પ્રેગનન્ટ કરો અને, લાખો કમાઓ! આ નોકરીની સચ્ચાઈ ધ્રુજાવી દેશે તમને

ઠગો અને ઠગીના બેશુમાર કિસ્સા તમે સાંભળ્યા હશે. નટવરલાલથી લઇને સુકેશ ચંદ્રશેખર સુધી, આ દોરના વચ્ચે જાણે કેટલા ઠગ આવ્યા અને ગયા. આંખોથી કાજલ ચોરવાથી લઇને એક બટન દબાવી કંગાળ કરી દેનાર ઠગ પણ પેદા થયા. પણ હાલમાં જે કહાની સામે આવી છે, તે ઠગ અને ઠગીની આવી કહાની તો નટવરલાલ પણ ન લખી શક્યો. ઠગોની નવી જનરેશને માર્કેટમાં ઠગીની બિલકુલ નવી આઇટમ પેશ કરી છે. પ્રેગ્નેટ કરો અને લાખો કમાઓ. હા, તમે બિલકુલ બરાબર વાંચી રહ્યા છો.

છેતરપિંડી કરનારાઓના નવા માસ્ટરોએ તેમની નવી સંસ્થાનું નામ રાખ્યું છે, ઓલ ઈન્ડિયા પ્રેગ્નન્ટ જોબ એજન્સી. જો રસ હોય તો અરજી કરો. તમારે ફક્ત એવી સ્ત્રીને ગર્ભવતી બનાવવાની છે જેને બાળક નથી થતુ. જો તમે આમ કરશો તો તમને 10 થી 13 લાખ રૂપિયા મળશે. જો તમે તે ન કરી શકો તો પણ ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી છે. બિહારના નવાદા જિલ્લાની પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ‘ઓલ ઈન્ડિયા પ્રેગ્નન્ટ જોબ એજન્સી’ બનાવીને સાયબર ક્રાઈમ કરનારા આઠ લોકોની ધરપકડ કરી છે.

આ ટોળકીના સભ્યો મોબાઈલ ફોન દ્વારા નિર્દોષ લોકોનો સંપર્ક કરતા અને તેમને કહેતા કે જે મહિલાઓને બાળકો નથી થતા તેમને પ્રેગ્નેટ કરવાની છે. આના બદલામાં તેમને પૈસા આપવામાં આવતા. આ સાયબર ગુનેગારોને કહેવામાં આવ્યું હતું કે જો મહિલા ગર્ભવતી થશે તો તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘણા લોકો આ ખોટા વચનનો શિકાર બનીને છેતરપિંડીનો શિકાર બન્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં સાયબર ગુનેગારો રજીસ્ટ્રેશનના નામે 799 રૂપિયા વસૂલતા હતા.

ત્યારબાદ તેની પાસેથી સિક્યોરિટી ફી અને અન્ય ચાર્જીસના નામે રૂ.5,000 થી રૂ.20,000ની છેતરપિંડી કરવામાં આવતી. એડિશનલ કલ્યાણ આનંદે સાયબર પોલીસ સ્ટેશનમાં ગેંગ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગુરમા સ્થિત ઈંટના બનેલ બોરિંગ હાઉસ પાસે સાયબર ક્રાઈમ કરનારા 8 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારોની ઓળખ શત્રુઘ્ન કુમાર ઉર્ફે સોનુ કુમાર, રાજેશ કુમાર, પ્રભાત કુમાર વર્મા, કવિન્દ્ર પ્રસાદ કુમાર, ગોપાલ દાસ, અનિલ કુમાર, અજય કુમાર અને લક્ષ્મણ કુમાર તરીકે થઇ છે. ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારો પાસેથી 9 મોબાઈલ ફોન અને એક પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે.

File Pic

આ ગુનેગારોને પકડવા માટે પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી અને દરોડા પાડી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. પોલીસ માટે પહેલા ફરિયાદીઓને શોધવા અને પછી કેસની તપાસ આગળ વધારવાનો પડકાર છે. કારણ કે ફરિયાદી સામે આવી ફરિયાદ નથી કરી રહ્યા. તેઓ શરમ અનુભવી રહ્યા છે. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે પ્રેગ્નેટ કરવાના નામ પર જે મહિલાઓના વીડિયો કે તસવીરો આ ગેંગ સામેવાળાને ફસાવવા માટે ઉપયોગ કરતા તેમાંથી કેટલીક તો ફર્જી હતી અને કેટલીક નાની નાની એવી મોડલ હતી, જેમને પૈસા આપીને એડ શૂટ કરાવવામાં આવી હતી.

Shah Jina