શું પાકિસ્તાનમાં જોવા મળ્યું એલિયનનું UFO?, 12 મિનિટના વિડીયોએ સમગ્ર વિશ્વમાં મચાવ્યો હડકંપ

સમગ્ર વિશ્વમાં સેંકડો વર્ષોથી એલિયન અને UFO ને લઈને ચર્ચાઓ થતી રહે છે. કેટલાક લોકોએ તેને જોયા હોવાનો દાવો પણ કર્યો છે તો કેટલાક લોકો તેને ઠંડા પહોરના ગપ્પા બતાવી રહ્યા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનમા UFO જોવાનો દાવો કરવામાં આવ્યો છે.(અહીં દર્શાવેલ કવર ફોટો પ્રતીકામક છે)

તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. એક રિપોર્ટ અનુસાર 33 વર્ષિય અર્સલાન વારાઈચએ આ એલિયનનો 12 મિનિટનો વિડીયો બનાવ્યો છે. જેવો આ વિડીયો યૂ્ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અર્સલાન વારાઈચને આ UFO ઈસ્લામાબાદના આકાશમાં જોવા મળ્યો હતો. તે એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ અંગે અર્સલાને કહ્યું કે હુ નથી જાણતો કે આ શું છે. તેમણે 12 મિનિટ સુધી આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કર્યો. આ UFO અંદાજે બે કલાક સુધી આકાશમાં જોવા મળ્યો હતો. તે ત્રીકોણ વસ્તુ જેવો હતો, જે દૂરથી જોતા કાળા રંગની પતંગ જેવો લાગતો હતો.

તેમાથી લાઈટનો પ્રકાશ પણ આવી રહ્યો હતો. તે એક કાળા રંગની વસ્તુ હતી, જેની ત્રણેય તરફ કોઈ ધારદાર ખુણા ન હતા. કોન્સપિરેસી થ્યોરી દેનાર લોકોનું કહેવુ છે કે આ એક એલિયન યાન હતું. જે ચાર મિનિટ માટે નીચે આવ્યું અને પછી આકાશમાં ગાયબ થઈ ગયું.

આ અંગે અર્સલાને કહ્યં કે, આપણા બ્રહ્માંડમાં અસખ્ય તારાઓ અને ગ્રહો છે. બની શકે કે આ બ્રહ્માંડમાં આપણા કરતા વધારે બુદ્ધીશાળી લોકો કે પ્રજાતી રહેતી હોય. એવુ પણ બની શકે કે આપણા કરતા વધારે સારી બુદ્ધિમાન સભ્યતા અન્ય જગ્યાએ રહેતી હોય, જે આપણાથી કરોડો અરબો વર્ષ આગળ હોય. એવુ પણ બની શકે કે તે સભ્યાતાની જીવ આપણી ધરતી પર ફરવા કે નિરિક્ષણ માટે આવ્યા હોય. જો કે આ અંગે કોઈ મોટી સ્પેશ એજન્સીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ વિડીયોમાં અર્સલાનને આ વસ્તુની આજુબાજુમાં કેટલાક પક્ષીઓ પણ જોવા મળ્યા. જો કે અર્સલાન એક વાત પર તો કાયમ છે તે આ વસ્તુ ન તો કોઈ પક્ષી છે ન તો કોઈ ડ્રોન. તેમનું કહેવુ છે કે, તે પોતે ઘણા ડ્રોન ઉડાવી ચૂક્યો છે. તેથી તેને વિશ્વાસ છે કે આ કોઈ ડ્રોન નથી. સાથે તે કોઈ મિલિટ્રીનું જાસુસી વિમાન પણ નહોતું. હવે આ વિડીયોની તપાસ યૂએફઓ હંટર્સ કરી રહ્યું છે. આ તપાસ બાદ જ સામે આવશે કે આ વસ્તુ હકિકતમાં શું હતી.

YC