‘આ કેવી દુલ્હન ના મંગળસૂત્ર, ના માંગમાં સિંદૂર’ લગ્નના 5 દિવસ બાદ આ અંદાજમાં જોવા મળી આલિયા, યુઝર્સ બોલ્યા- આના કરતા તો કેટરીના સારી હતી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બી-ટાઉનના ફેમસ હતા. આલિયા-રણબીરના લગ્ન ઘણા અલગ હતા. ભવ્ય લગ્ન છોડી તેમણે ઘરે લગ્ન કર્યા અને સાતને બદલે ચાર ફેરા લીધા. આલિયાએ તેનો બ્રાઈડલ લૂક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 14 એપ્રિલે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ અભિનેત્રી હવે કામ પર પરત ફરી છે. આલિયા ભટ્ટ મંગળવારે કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી.

આ દરમિયાન આલિયા ભટ્ટે પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. આલિયા ભટ્ટે આ દરમિયાન વાળ ખુલ્લા રાખ્યા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન આલિયા ભટ્ટની સાથે મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ આઉટફિટ સાથે આલિયાએ બેગ પણ કેરી કર્યુ હતુ. અભિનેત્રી ખૂબ જ સિમ્પલ લુકમાં હતી અને લોકો તેનો લુક પણ પસંદ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટે તેના લગ્નની વીંટી પણ પહેરી હતી. આલિયા તેની ડાયમંડની રિંગને ઘણી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એક તરફ આલિયા ભટ્ટનો સિમ્પલ લુક લોકોને પસંદ આવ્યો હતો. ત્યાં, કેટલાકે તેને ટ્રોલ કરી કારણ કે અભિનેત્રીએ સિંદૂર અને મંગળસૂત્ર પહેર્યું ન હતું. એક યુઝરે કહ્યું – સિંદૂર તો હૈ નહીં માંગ મેં, કાહે કી સુંદર. એકે લખ્યું – ‘દુલ્હનની મહેંદી આટલી નાની છે? લગ્ન કર્યા કે માત્ર ઔપચારિકતાઓ પૂરી કરી. એકે લખ્યું- ‘કેટરિના આના કરતા સારી હતી.’

પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટ કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ના શૂટિંગ માટે બહાર ગઈ છે. એવી અટકળો હતી કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પછી આફ્રિકા હનીમૂન પર જઈ શકે છે. પરંતુ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં આ સ્ટાર કપલ પાસે વેકેશન માટે સમય નથી. રિસેપ્શનના બીજા જ દિવસે રણબીર કપૂર પણ ટી સીરીઝની ઓફિસમાં જોવા મળ્યો હતો.

રણબીર કપૂર પણ તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, અને આલિયા ભટ્ટ પણ લગ્નના 5 દિવસ પછી કામ પર પરત ફરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ હાલમાં ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ના શૂટિંગ માટે જેસલમેર જવા રવાના થઈ ગઈ છે. આ માટે આલિયા ભટ્ટ પ્રાઈવેટ જેટ દ્વારા જેસલમેર ગઈ હતી. આલિયા ભટ્ટ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ પહેલા બંને ‘ગલી બોય’માં સાથે કામ કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વાત કરીએ તો બંને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. બંનેની સાથે આ પહેલી ફિલ્મ હશે. ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. બંને પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે, રણબીર અને આલિયાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina