અભિનેત્રી આલિયા ભટ્ટની સાદગીના ચાહકો બન્યા દીવાના, કોઈપણ જાતની શરમ વગર ઉઠાવી લીધા અન્ય વ્યક્તિના જમીન પર પડેલા ચપ્પલ, જુઓ વીડિયો

પેપરાજી ચપ્પલ ભૂલીને ચાલ્યો ગયો તો આલિયા ભટ્ટે પોતાના હાથે તેના ચપ્પલ ઉપાડીને પહેરવા આપ્યા, સાદગી જોઈને કાયલ થયા યુઝર્સ, જુઓ વીડિયો

Alia Bhatt Took Paparazzi Slippers : બૉલીવુડના સેલેબ્રિટીઓની ચકાચોંધ ભરેલી જિંદગી તો આપણે બધા જ જાણીએ છીએ.  સેલેબ્રિટીઓ પોતાના દરેક કામ માટે નોકર ચાકર પણ રાખતા હોય છે. તે ક્યાંય પણ બહાર જાય ત્યારે સિક્યોરિટી ગાર્ડ તેમનું ખાસ ધ્યાન રાખતા હોય છે, તેમનો સમાન પણ અન્ય લોકો જ   ફરતા હોય છે. પરંતુ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી આલિયા ભટ્ટની સાદગી જોઈને સૌ કોઈ તેનું ફેન બની ગયુ છે.

મુંબઈમાં સ્પોટ થઇ આલિયા :

આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરવા માટે તૈયાર છે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે પ્રખ્યાત અભિનેત્રી ટૂંક સમયમાં પ્રમોશન ટૂર શરૂ કરશે. આલિયા ભટ્ટ હાલમાં તેની પુત્રી રાહાની માતા તરીકે તેના નવા જીવનનો સામનો કરી રહી છે. તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે, આલિયા ગુરુવારે રાત્રે તેની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે મુંબઈ શહેરમાં જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જેણે બધાનું દિલ જીતી લીધું.

પેપરાજીના ચપ્પલ પોતાના હાથે ઉઠાવ્યા :

ગુરુવારે, આલિયા ભટ્ટ એક પેપરાજીની મદદ કરતી જોવા મળી હતી જે તેની તસવીરો ક્લિક કરતી વખતે તેના ચપ્પલ છૂટી ગઈ હતી. તેણીએ પોતે જ તેના ચપ્પલ ઉપાડ્યા અને તેને પહેરવા માટે આપ્યા. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના ચાહકો તેની હરકતોથી પ્રભાવિત થયા છે. વીડિયો શેર કરતા વિરલ ભાયાનીએ લખ્યું, ‘આલિયા ભટ્ટે કહ્યું- આ કોનું સેન્ડલ છે?’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકોએ સાદગીના કર્યા વખાણ :

સોશિયલ મીડિયા યુઝર્સે ક્લિપ પર પ્રતિક્રિયા આપી, જેમાંના એકે લખ્યું, “ચપ્પલ હંમેશ માટે ફ્રેમ થઈ જશે.” બીજાએ કહ્યું, ‘તે ખૂબ જ સ્વીટ અને નમ્ર છે, જો કોઈ અન્ય અભિનેત્રી હોત તો તેણે આવું ન કર્યું હોત, તેથી આલિયા મારી ફેવરિટ છે.’  બુધવારે આલિયા ભટ્ટે નવી દિલ્હીમાં એમેઝોન પ્રાઇમ વિડિયોની શ્રેણી ‘મિશન સ્ટાર્ટ અબ’ના લોન્ચિંગમાં હાજરી આપી હતી. તેની બ્રાન્ડ એડ-એ-મમ્મા વિશે વાત કરતાં, અભિનેત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન તેની શૈલી વિશે નર્વસ હોવા અંગે ખુલાસો કર્યો હતો.

Niraj Patel