પ્રેગ્નેન્સીની જાહૅરાત બાદ પહેલીવાર આલિયા ભટ્ટના ફેસ પર દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો ખુલ્લા ખેતરોની વચ્ચે જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ

ગર્ભવતી આલિયા ભટ્ટે શેર કરી શાનદાર તસવીરો, ચહેરા ઉપર દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે થોડા મહિનાઓ બાદ માતા બનાવની છે. તેને પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને કરી હતી, જેના બાદ ચાહકો પણ આલિયા ભટ્ટને ખુબ જ શુભકામનાઓ આપી રહ્યા છે, આ ઉપરાંત સેલેબ્સ પણ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે હાલમાં જ આલિયા ભટ્ટે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આલિયા ભટ્ટ તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના શૂટિંગ માટે લંડનમાં છે. ત્યારે લંડનના ખુલ્લા ખેતરો વચ્ચેથી આલિયાએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરવાની સાથે આલિયા ભટ્ટે એક કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે કે, “પોતાની જાત સાથે ચાલવાથી કંઈપણ ઠીક નથી થઇ શકતું.”

સોશિયલ મીડિયામાં આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ આ તસ્વીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આલિયાએ ત્રણ તસવીરો શેર કરી છે જેમાં પહેલી તસવીરમાં તેના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે અને તે સેલ્ફી કેમેરા દ્વારા પોઝ આપી રહી છે. આ દરમિયાન તેને બ્લેક રંગનું જેકેટ પહેર્યું છે.

તો બીજી તસ્વીરમાં આલિયા નથી દેખાઈ રહી પરંતુ તે જે જગ્યાએ ઉભી રહી છે તે જગ્યાનું લોકેશન જોવા મળી રહ્યું છે. આલિયા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં એક ખુલ્લો રસ્તો, આસપાસ ખેતર અને ઝાડવા જોવા મળી રહ્યા છે. તો ત્રીજી તસવીરમાં આલિયાનો ખુબ જ લાંબો પડછાયો જોવા મળી રહ્યો છે. આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે.

Niraj Patel