પ્રેગ્નેંસીમાં પણ આરામ નથી કરી રહી કપૂર પરિવારની વહુ આલિયા, બેબી બંપ લઇને જ નીકળી ગઇ શુટિંગ કરવા- જુઓ તસવીરો

આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે લગ્ન બાદ તેની પહેલી પ્રેગ્નેંસી એન્જોય કરી રહી છે. પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ બાદ આલિયાએ લંડનમાં તેની હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ પૂરું કર્યું હતુ અને પછી તે મુંભઇ એરપોર્ટ પર જોવા મળી હતી. જો કે, હવે પરત ફર્યાના કેટલાક જ દિવસ બાદ તે ફરી એકવાર શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ છે. તાજેતરમાં આલિયા ભટ્ટને મુંબઈમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે શૂટિંગ કરવા માટે તેના ઘરેથી નીકળી રહી હતી. આલિયાએ તેની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જો કે, આ દરમિયાન અભિનેત્રી તેના બેબી બમ્પને ઢીલા કપડામાં છુપાવતી જોવા મળી હતી. હાલમાં આલિયાની જે તસવીર સામે આવી છે તેમાં તે બ્લેક શર્ટ પહેરીને જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ફોનમાં વ્યસ્ત હતી. આલિયા ભટ્ટે જે શર્ટ પહેર્યો હતો તે ઓવરસાઇઝ લાગી રહ્યો હતો. જો કે, તેમ છત્તાં પણ તેનો બેબા બંપ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

જો કે, આલિયાની શુટિંગ દરમિયાનની પણ કેટલીક તસવીર સામે આવી છે, જેમાંથી એક તસવીરમાં તે રણવીર સિંહ સાથે જોવા મળી રહી છે.’હાર્ટ ઓફ સ્ટોન’ બાદ આલિયા ભટ્ટ હવે તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અભિનેતા રણવીર સિંહ સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઇ રહી છે. આલિયા ભટ્ટ મુંબઈમાં રણવીર સાથે શૂટિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે તેના બેબી બંપને છુપાવતી જોવા મળી હતી. મોમ ટુ બી આલિયા ભટ્ટ આરામદાયક લોઅર સાથે ઓવરશાઇઝ સફેદ શર્ટ પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ દરમિયાન તેના ખુલ્લા વાળ અને નો-મેકઅપ લુકમાં પણ તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો હતો. ત્યાં રણવીર સિંહ ‘એડિદાસ’ના જેકેટ સાથે કેઝ્યુઅલ લુકમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. આ પહેલા ‘હાર્ટ ઓફ સ્ટોન’ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ હતી, જેમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટે તેની ફિલ્મ ‘ડાર્લિંગ’નું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

પ્રમોશન દરમિયાન આલિયા વન પીસ ફ્લોરલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બેબી બંપ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો પણ જોવા મળી રહ્યો હતો. આલિયા ભટ્ટના પ્રેગ્નન્સી ગ્લોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને ફેન્સ અભિનેત્રીની તસવીરોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. જૂન 2022માં આલિયાએ તેની પ્રેગ્નેંસીના સમાચાર જાહેર કર્યા. તેણે બે ક્યૂટ તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by @bollywoodarab.fc2

જેમાં પ્રથમ તસવીરમાં આલિયા અને રણબીર કોમ્પ્યુટર પર અલ્ટ્રાસાઉન્ડ જોતા જોવા મળ્યા હતા. જે બાદ બીજી તસવીર સિંહના પરિવારની હતી. બોલિવૂડ એક્ટ્રેસ અને કપૂર પરિવારની વહુ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના દરેક અપડેટને ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે બધા આલિયા ભટ્ટના મેટરનિટી ફોટોશૂટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina