પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ બાદ ભડકી આલિયા ભટ્ટ? મગજ ગુમાવ્યો… જાણો સમગ્ર મામલો

આલિયા ભટ્ટે સોમવારે જ પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઇ હતી. આલિયા અને રણબીર કપૂર ટ્વિટર પર પણ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ચાહકો સાથે સાથે બોલિવુડ સેલેબ્સે પણ તેને અભિનંદન આપ્યા હતા. આલિયાની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવતા જ કેટલાક એવા અહેવાલ આવવા લાગ્યા કે યુકેમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે. આ તમામ અહેવાલો પર હવે આલિયાએ પોતાનું મૌન તોડ્યું છે.

આ સમાચારો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કર્યું છે. જે સમાચારો પર આલિયાની નારાજગી સામે આવી છે તે મુજબ આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે અને રણબીર તેને લેવા યુકે જશે. બીજા અહેવાલ મુજબ, આલિયા શૂટિંગ પૂર્ણ કર્યા પછી આરામ કરશે. તેણે તેની સગર્ભાવસ્થાનું આયોજન એવી રીતે કર્યું છે કે તે તેની વર્ક કમિટમેન્ટ્સને અસર ન કરે. તે જુલાઇના અંત સુધીમાં ‘હાર્ટ ઓફ સ્ટોન’ અને ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’નું શુટિંગ પૂરુ કરશે.

આલિયાએ આવા અહેવાલોને પિતૃસત્તાક વિચારસરણીથી ભરેલા ગણાવ્યા હતા. તેણે કહ્યું કે કોઈ પણ બાબતમાં વિલંબ થયો નથી અને કોઈ તેને લેવા નથી આવી રહ્યું. તે એક સ્ત્રી છે, કોઇ પાર્સલ નથી. આલિયા પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યુ- ‘આપણે હજુ પણ કેટલાક લોકોના મનમાં જીવીએ છીએ, હજુ પણ પિતૃસત્તાની દુનિયામાં જીવી રહ્યા છીએ. તમારી માહિતી માટે, કોઈપણ કાર્યમાં વિલંબ થયો નથી. મને લેવા માટે કોઈએ આવવાની જરૂર નથી, હું એક મહિલા છું, પાર્સલ નથી.’ આલિયા લખે છે, ‘મને આરામની બિલકુલ જરૂર નથી, પરંતુ એ જાણીને આનંદ થયો કે તમારી પાસે ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ હશે. આ 2022 છે.

મહેરબાની કરીને આપણે આ જૂની વિચારસરણીમાંથી બહાર આવીએ. જો તમે મને માફ કરશો તો… મારો શોટ તૈયાર છે.’ આલિયા હોલિવૂડની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ગેલ ગેડોટ છે. આ પહેલા આલિયાએ રણબીર સાથેનો ફોટો શેર કરીને અભિનંદન પાઠવનારા દરેકનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, ‘આટલો પ્રેમ મેળવીને હું અભિભૂત છું. દરેકના સંદેશા વાંચવાનો પ્રયત્ન કર્યો છે અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ રાખો આ ખૂબ જ ખાસ છે. આપ સૌનો આભાર.’

Shah Jina