ક્લબમાં ના મળી એન્ટ્રી, બહાર કડકડતી ઠંડીમાં ગુમાવ્યો ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં જીવ- અકુલ ધવનના મોત પર મોટો ખુલાસો

ભારતીય વિદ્યાર્થીને અમેરિકામાં મળ્યું સૌથી ભયાનક મૃત્યુ, પુરી ઘટના વાંચીને તમે થર થર ધ્રુજી જશો, જુઓ

અમેરિકામાં સતત થઇ રહેલ ભારતીય વિદ્યાર્થીઓની મોતના મામલા ચર્ચામાં બનેલા છે. મામલાની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત મામલા પર વ્હાઇટ હાઉસને જવાબ આપવો પડે છે. આ વચ્ચે 20 જાન્યુઆરીએ થયેલ ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનની મોતને લઇને મોટો ખુલાસો થયો છે.

અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીમાં ભણનાર ભારતીય મૂળના વિદ્યાર્થી અકુલ ધવનનું હાઇપોથર્મિયાથી મોત થયુ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે અકુલ તેના મિત્રો સાથે નાઇટ આઉટ પર ગયો હતો. આ વચ્ચે તેના મિત્રો તો નાઇટ ક્લબમાં ચાલ્યા ગયા પણ અકુલને ક્લબમાં એન્ટ્રી ના મળી. અકુલની મોતના એક મહિના બાદ શૈંપેન કાઉંટીના કોરોનર ઓફિસે આ ખુલાસો કર્યો છે. કૈંપસ પોલિસ વિભાગ અનુસાર, ધવનનું મોત 20 જાન્યુઆરીના રોજ થયુ હતુ.

રીપોર્ટ અનુસાર, અકુલ તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો પણ રાત્રે લગભગ 11.30 વાગ્યા આસપાસ તેના મિત્રો કૈંપસ પાસે સ્થિત કૈનોપી ક્લબ ગયા. જો કે, ક્લબ સ્ટાફે અકુલ ધવનને એન્ટ્રી આપવાની ના પાડી. સર્વિલાંસ ફુટેજથી ખબર પડી કે અકુલે ઘણીવાર ક્લબની અંદર જવાની કોશિશ કરી પણ સ્ટાફે તેને એન્ટ્રી ના આપી. તે રાત્રે તાપમાન માઇનસ 2.7 ડિગ્રી હતુ, જ્યારે અકુલનું મોત થયુ હતુ.

પૂરી રાત અકુલના મિત્રો તેને ફોન કરતા રહ્યા પણ તેણે ફોન ન ઉઠાવ્યો. તે પછી અકુલના એક મિત્રએ કૈંપસ પોલિસનો સંપર્ક કર્યો. જો કે, બીજા દિવસે સવારે તેની લાશ એક બિલ્ડિંગ પાછળ મળી. પોલિસે અકુલનું મોત વધારે માત્રામાં દારૂ પીવાના કારણે અને હાડ થીજવતી ઠંડીથી થયુ હોવાનું જણાવ્યુ.

Shah Jina