અક્ષય કુમારની સાળીએ 17 વર્ષ પહેલા વસાવ્યુ હતુ ઘર, ફિલ્મોથી દૂર હવે કરી રહી છે 2 બાળકોની પરવરિશ

જયારે સની દેઓલને “છોટે પાપા” કહેવા લાગી હતી રાજેશ ખન્નાની દીકરીઓ, તલાક લીધા વગર જ છોડી ગઇ હતી ડિંપલ કાપડિયા

અક્ષય કુમાર અને તેમના પરિવાર વિશે તો લોકો જાણતા જ હશે. પરંતુ અક્ષય કુમારની સાળી અને ટ્વીંકલ ખન્નાની બહેન તેમજ ડિંપલ કાપડિયાની દીકરી રિંકી ખન્ના અને તેના પરિવાર વિશે ભાગ્યે જ કોઇ જાણતુ હશે.

Image source

ટ્વીંકલ ખન્નાની નાની બહેન રિંકી 43 વર્ષની છે. રિંકીએ બોલિવુડમાં કરિયર બનાવવાની કોશિશ કરી હતી પરંતુ કામયાબી ન મળવા પર તેણે ફિલ્મો છોડીને ઘર વસાવી લીધું.

Image source

ટ્વીંકલ ખન્ના અને રિંકી ખન્નાની માતા ડિંપલ કાપડિયા વેબ સિરીઝ “તાંડવ”ને લઇને ચર્ચામાં છે. વિવાદથી ભરેલી આ વેબ સિરીઝમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ડિંપલ કાપડિયાએ લગભગ 16 વર્ષની ઉંમરમાં જ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યાા હતા અને 17 વર્ષની ઉંમરે તેમણે ટ્વીંકલ ખન્નાને જન્મ આપ્યો. આ બાદ તેમની બીજી દીકરી રિંકી ખન્નાનો જન્મ થયો. પરંતુ રિંકીના જન્મથી રાજેશ ખન્ના ખુશ ન હતા.

Image source

રાજેશ ખન્નાને એ ઉમ્મીદ હતી કે તેમને બીજો દીકરો આવશે. પરંતુ 27 જુલાઇ 1997ના રોજ રિંકીનો જન્મ થયો. ફિલ્મ પત્રકાર ઇંગ્રિડ અલબકર્કનો હવાલો આપતા રાજેશ ખન્નાની જીવનીમાં લખવામાં આવ્યુ હતુ કે, રાજેશે કેટલાક મહિનાઓ સુધી તેમની બીજી દીકરીની સામેે બરાબર જોયુ ન હતુ. પરિવાર તો આ છોકરીનું નામ રાખવાનું પણ ભૂલી ગયો હતો.

દીકરીઓના જન્મના થોડા વર્ષ બાદ ડિંપલ રાજેશ ખન્નાથી અલગ થઇ ગયા હતા. આ દિવસોમાં ડિંપલ કાપડિયા અને સની દેઓલના અફેરની ઘણી ચર્ચાઓ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલ ઘણો સમય ડિંપલ અને તેમની દીકરીઓ સાથે તેમના ઘરે વીતાવતા હતા.

Image source

વર્ષ 2017માં પિંકવિલાના આર્ટિકલ ‘ફ્રાઇડે ફ્લેશબેક’ અનુસાર, જયારે સની અને ડિંપલ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે ડિંપલની બંને દીકરીઓ સનીને ‘છોટે પાપા’ કહીને બોલાવવા લાગી હતી.

Image source

એવું કહેવામાં આવે છે કે, સની દેઓલની પત્ની પૂજા દેઓલે તેમની ધમકી આપી હતી જો તે ડિંપલ સાથે તેમનો સંબંધ પૂરો નહિ કરે તો તે તેમને છોડીને જતી રહેશે.

Image source

રિંકી ખન્નાએ બોલિવુડમાં વર્ષ 1999માં આવેલી ફિલ્મ “પ્યાર મેં કભી કભી”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તે બાદ તેમણે “મુજે કુછ કહેના હે” અને “જિસ દેશમેં ગંગા રહેતા હે” જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે રિંકી ખન્ના લાઇમલાઇટથી દૂર વિદેશમાં પરિવાર સાથે રહે છે.

Image source

રિંકી ખન્નાએ બહેન ટ્વીંકલ ખન્નાની જેમ જ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેઓ જયારે બોલિવુડમાં આવ્યા ત્યારે તેમની ઉંમર લગભગ 17 વર્ષ જ હતી. રિંકીએ  ચાર વર્ષના કરિયરમાં 9 જેટલી ફિલ્મો જ કરી છે. જો કે, તેમને બોલિવુડમાં કામયાબી મળી શકી નહિ.

Image source

રિંકી ખન્ના છેલ્લે ફિલ્મ “ચમેલી”માં જોવા મળી હતી. તે બાદ તેણે વર્ષ 2003માં બિઝનેસ મેન સમીર સરન સાથેે લગ્ન કરી લીધા. લગ્ન બાદ રિંકી ખન્નાએ બોલિવુડ છોડી દીધુ હતુ અને તે પોતાની પર્સનલ લાઇફમાં વ્યસ્ત થઇ ગઇ હતી.

Image source

લગ્ન બાદ રિંકીએ પતિ સમીર સાથે લંડનમાં ઘર વસાવ્યું. વર્ષ 2004માં તેમણે દીકરી નાઓમિકાને જન્મ આપ્યો હતો અને દીકરીના જન્મના 9 વર્ષ બાદ વર્ષ 2013માં તેઓએ એક દીકરાને જન્મ આપ્યો.

Image source

તમને જણાવી દઇએ કે, ફિલ્મોમાં આવ્યા પહેલા રિંકીનું નામ રિંકલ હતું. તેમના માતા-પિતાએ બંને દીકરીઓ હોવાને કારણે તેમનું નામ ટ્વીંકલ અને રિંકલ રાખ્યુ હતું. જો કે, બાદમાં રિંકલે તેમનું સ્ક્રીન નામ બદલીને રિંકી કરી લીધું.

Shah Jina