પહેલીવાર મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી અંબાણી જાહેરમાં દેખાયો, ક્યુટનેસે જીતી લીધુ દિલ- જુઓ તસવીરો અને વીડિયો

દિગ્ગજ મુકેશ અંબાણીના પૌત્રની નવી તસવીરો આવી સામે, લોકો જોતા જ રહી ગયા અને કહ્યું કેટલો ક્યૂટ અને હેન્ડસમ છે…

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ અંબાણી પરિવારના સભ્યો હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય પૃથ્વી અંબાણી તાજેતરમાં જ પ્રથમ વખત જાહેર સ્થળે દેખાયા હતા. શ્લોકા મહેતા 15 માર્ચ 2022ના રોજ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે જુનિયર અંબાણી પૃથ્વી પણ જોવા મળ્યા હતા.

તસવીરોમાં પૃથ્વીની માસૂમતા અને ક્યુટનેસ જોઇ ચાહકોનું દિલ પીગળી ગયુ હતુ. શ્લોકા તેના લાડલાને ખોળામાં પકડીને ગાડીમાં બેસતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે સફેદ શર્ટ સાથે સફેદ માસ્ક પણ પહેર્યુ હતુ. પૃથ્વીની ઝલક પેપરાજીઓએ તેમના કેમેરામાં કેદ કરી હતી. જ્યારથી આ ફોટા સામે આવ્યા છે ત્યારથી ચાહકો નાના રાજકુમાર પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બર 2021ના ​​રોજ, પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસની ઉજવણી અંબાણી પરિવાર દ્વારા તેમના પૈતૃક નિવાસસ્થાન જામનગર (ગુજરાત) ખાતે ભવ્ય સમારોહ દ્વારા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પૃથ્વીના જન્મદિવસની ઉજવણી માટે 120થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં બોલિવૂડ અને રમત જગતની હસ્તીઓ સામેલ હતી.

લગભગ 100 પંડિતોએ પૃથ્વીના સારા સ્વાસ્થ્ય માટે પૂજા કરી હતી અને લગભગ 50,000 ગ્રામજનોને અંબાણી પરિવાર દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું, સાથે સાથે નજીકના અનાથાશ્રમમાં જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું. નાના શહેઝાદેના જન્મદિવસ પર ઘણી કેક પણ લાવવામાં આવી હતી. પેસ્ટલ કલરની થીમ આધારિત બધી કેક અને કપકેક ખૂબ જ ક્યૂટ હતી.

આમાંથી એક કેક ખૂબ જ સુંદર લાગી રહી હતી, તેના પર ‘પ્રિન્સ પૃથ્વી’ લખેલું હતું. થોડા સમય પહેલા, સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનો તેમના પૌત્ર પૃથ્વી સાથેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પૃથ્વી દાદુ મુકેશ અંબાણીના ખોળામાં દેખાઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc)

જણાવી દઇએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ 9 માર્ચ 2019ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા, જે લગભગ ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Binge (@bollywoodbinge)

લગ્નના દોઢ વર્ષ પછી, 10 ડિસેમ્બર 2020ના રોજ, આકાશ અને શ્લોકા પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. પૃથ્વીની ઝલક સોશિયલ મીડિયા પર ભાગ્યે જ જોવા મળે છે. આ જ કારણ છે, દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

Shah Jina