જબરદસ્ત છે આકાશ અંબાણીની સ્પોર્ટ્સ કાર ! ફિચર્સ પણ છે જોરદાર… કિંમત જાણી આંખો પહોળી રહી જશે

340 kmphની સ્પીડ અને જબરદસ્ત ફીચર્સ ! ખૂબ જ પોપ્યુલર છે આકાશ અંબાણીની આ સ્પોર્ટ કાર, જુઓ તસવીરો

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી કારના દિવાના છે અને એ લગભગ બધા લોકો જાણે છે. આકાશ પાસે લાલ રંગની ફરારી સુપરકાર છે અને તે તેને ફ્લોન્ટ કરીૃતો પણ જોવા મળ્યો છે. તેના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર છે પણ હાલ તેનો વટ ફરારી સ્પોર્ટ્સ કારમાં પડી રહ્યો છે. હાલમાં જ આકાશ અંબાણીનો ફરારી SF90 સુપરકાર ચલાવતો વીડિયો વાયરલ થયો છે.

જણાવી દઈએ કે આ કારની કિંમતમાં કોઈ પણ સામાન્ય માણસ લક્ઝરી ઘર ખરીદી શકે છે. ભારતીય બજારમાં આ કારની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.90 કરોડ રૂપિયા છે. આકાશ અંબાણીના એક ફેન પેજ પર ફરારી કાર ચલાવતી વખતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ કાર વિશ્વની સૌથી મોંઘી કારમાંથી એક છે. આ કારના માત્ર થોડા જ ભારતીય માલિકો છે અને તેમાંથી એક છે આકાશ અંબાણી.

Ferrari SF90 વિશ્વની સૌથી લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કારમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર ભારતમાં માત્ર કેટલાક પસંદગીના લોકો પાસે છે. આ કારની ખાસ વાત એ છે કે તેમાં રિજનરેટિવ બ્રેકિંગ માટે 7.9 kWhની ક્ષમતા સાથે લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે કારને 26 km (16 mi) સુધીની ઇલેક્ટ્રિક રેન્જ આપે છે.

Ferrari SF90માં, કંપનીએ 3990cc ક્ષમતાના 8 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 769.31 Bhpનો મજબૂત પાવર અને 800Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં બે સીટ ઉપલબ્ધ છે અને સ્પોર્ટ્સ કાર તરીકે તેને 74 લીટર બૂટ સ્પેસ આપવામાં આવી છે. આ કારમાં 68 લીટરની ફ્યુઅલ ટેન્ક ઉપલબ્ધ છે. 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ આ કારમાં હળવી હાઇબ્રિડ સિસ્ટમ છે. જે તેની રેન્જને વધુ સારી બનાવે છે.

કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે અને તેને 200Kmph ની સ્પીડ સુધી પહોંચવામાં માત્ર 6.7 સેકન્ડ લાગે છે. તેની ટોપ સ્પીડ 340 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારમાં એરબેગ્સ (ડ્રાઈવર, પેસેન્જર અને સાઇડ ફ્રન્ટ), એડજસ્ટેબલ ફ્રન્ટ પેસેન્જર સીટ, સેન્ટ્રલ લોકીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc)

Shah Jina