185 લોકોનો છે આ પરિવાર, સવારે 4 વાગ્યે સળગે છે ચૂલો, રોજનું બને છે પાંચ બોરી શાક, ખાય છે આટલી રોટલીઓ
આજકાલ તમને મોટાભાગે ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે. પહેલાના સમયમાં ઘણા ભાઈઓ એક જ ઘરમાં સાથે રહેતા હતા અને તેમનો પરિવાર પણ સાથે રહેતો. આસપાસ વધુ લોકો હોવાથી ઘરના કામકાજ સરળ બનતા. બાળકોને સરળતાથી સાચવી પણ લેવાતા. જો કે એ પણ સાચું છે કે જ્યાં ચાર વાસણો હોય ત્યાં અવાજ તો આવે. સંયુક્ત કુટુંબોમાં પણ આવું જ કંઈક બનતું હતું.
આ કારણે, ધીમે ધીમે લોકો અલગ રહેવા લાગ્યા, મોટાભાગના લોકો લગ્ન પછી અલગ ઘરોમાં શિફ્ટ થઈ જતા હોય છે. કેટલાક તેમની નોકરીનો ઉલ્લેખ કરે તો કેટલાક અન્ય મજબૂરી ગણાવી. તમે ભારતના મિઝોરમના તે પરિવાર વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં એક સમયે 199 લોકો સાથે રહેતા હતા. પરંતુ શું તમે ક્યારેય રાજસ્થાનના સૌથી મોટા સંયુક્ત પરિવાર વિશે સાંભળ્યું છે?
અમે વાત કરી રહ્યા છીએ અજમેરમાં રહેતા એક પરિવારની, જ્યાં 185 લોકો સાથે રહે છે. અજમેરના રામસર ગામમાં 185 લોકોનો એક પરિવાર છે. અહીં છ પેઢીના લોકો સાથે રહે છે. પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય બિરદીચંદના પિતાએ તેમને પરિવારને સાથે રાખવા કહ્યું હતું. આ સલાહને અનુસરીને તેમણે પોતાના આખા પરિવારને આ રીતે સાથે રાખ્યો છે.
પરિવારને એકસાથે રાખવામાં ઘણી સમસ્યાઓ હોય છે પરંતુ આ લોકો દરેક વાતને એકબીજા સાથે ઉકેલી લે છે. પરિવાર પાસે કમાણી માટે પાંચસો વીઘા જમીન છે. આના પર, સભ્યો ખેતી કરે છે. 185 લોકો માટે દિવસમાં ત્રણ સમયનું ભોજન રાંધવાનું સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. ઘરની મહિલાઓ સવારથી જ તેની તૈયારી કરવા લાગે છે.
અહીં સવારના ચાર વાગ્યાથી ચૂલો સળગાવવામાં આવે છે. એક ચૂલાને બદલે તેર ચૂલા પર ખોરાક રાંધવામાં આવે છે. અહીં દરરોજ 30-40 કિલો શાક અને પચાસ કિલો જેટલો લોટ વપરાય છે. પરિવારના સભ્યએ જણાવ્યું કે તેમના ઘરની વાર્ષિક આવક બે કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ઘરના બધા સભ્યોનું થઇને 80 જેટલી બાઇક છે.
View this post on Instagram