84કરોડના જેટ થી લઈને 7 કરોડની રોલ્સ રોયલના માલિક છે અજય દેવગન, જુઓ તેની રોયલ લાઇફસ્ટાઇલના કેટલાક PHOTOS

વિમલની જાહેરાત કરીને ધોમ રૂપિયા કમાતા અજય દેવગણ પાસે કેવી કેવી લક્ઝુરિયસ ગાડીઓ છે…તસવીરો જોતા જ હોંશ ઉડશે

90ના દાયકાનો બોલિવુડ અભિનેતા આજે નાના મોટા સૌનો ચહિતો બની ગયો છે. 51 વર્ષીય અજય દેવગનની વાત કરીએ તો તેનો જન્મ 2 એપ્રિલ, 1969ના રોજ દિલ્હી ખાતે થયો હતો. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામકરનારા અજયે 1991માં ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ સુપર હિટ રહી હતી. છેલ્લા 29 વર્ષથી બોલિવુડમાં એક્ટિવ અજય દેવગન લગ્ઝરી લાઇફ જીવવું પસંદ કરે છે. અજયની પાસે એકથી એક ચડિયાતી એક્સપેન્સિવ વસ્તુઓ છે. તો આવો અજય દેવગનના ફેન્સને તેમની કિમતી વસ્તુઓ તથા તેમની લાઇફસ્ટાઇલ અને ખાસ તે પત્ની શું વિચારે છે? તેના વિશે જણાવીએ…

પ્રાઇવેટ જેટ
અજય પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ Hawker 800 છે. ઇન્ટનેટ પર મળેલી જાણકારી અનુસાર આ જેટની કિંમત 84 કરોડ છે.

લંડનમાં બંગલો
મુંબઇ ઉપરાંત અજય દેવગનનો લંડનમાં પણ એક બંગલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના આ બંગલાની કિંમત 54 કરોડ છે.

પ્રોડક્શન હાઉસ
`અજય દેવગન ફિલ્મ્સ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. અજયના આ પ્રોડક્શન હાઉસની કિંમત 100 કરોડ રુપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ `હેલીકોપ્ટર ઇલા’ બનાવી હતી.

માસેરાટી ક્વાટ્રોપોર્ટ (Maserati Quattroporte)
જો વાત કરીએ કાર ક્લેકેશનની તો અજય પાસે 2.8 કરોડની કિંમતવાળી માસેરાટી ક્વાટ્રોપોર્ટે જીટી છે. તેમાં અજય પોતાના કમ્ફર્ટ પ્રમાણે બદલાવ કરાવ્યા છે. કહેવામાં આવે છે કે આ કારને ખરીદનાર પહેલો ભારતીય અજય દેવગન જ છે. વર્ષ 2006માં જ્યારે ઇન્ડિયામાં આ કાર સૌથી અમિર માણસ એટલે કે અંબાણી પાસે પણ ન હતી. ત્યારે અજયે આ કાર ખરીદી હતી.

અજયનું કાર કલેક્શન
અજયના કાર કલેક્શનમાં રેન્જ રોવર વોગ છે. આ કારની કિંમત 2.7 કરોડ રુપિયા છે. તે ઉપરાંત તેની પાસે મર્સિડીઝ બેંચ અસ ક્લાસ છે. જેની કિંમત 1.4 કરોડ રુપિયા છે.

અજય પાસે સૌની ફેવરિટ બીએમડબ્લ્યુ ઝેડ 4 છે જેની કિંમત 98 લાખ રુપિયા છે. તથા મર્સિડીઝજીએલ ક્લાસ છે જેની કિંમત 97 લાખ રુપિયા છે. અજય પાસે ઓર્ડી ક્યુ 7 પણ છે જેની કિંમત 80 લાખ રુપિયા છે. આ મોંઘી ગાડીઓની વાત હતી.

જી, હાં સસ્તી ગાડીઓ પણ અજય પાસે છે. જો કે સસ્તી તો અજય દેવગન માટે છે સામાન્ય માણસ તો એ કારના ભાવમાં બે મકાન ખરીદી શકે છે. અજય પાસે મિની કૂપર એસ છે જેની કિંમત 40 લાખ છે. અજય પાસે સૌથી સસ્તી ગાડી આજ છે.

પત્નીને કંજૂસ માને છે અજય: થોડા સમય પહેલા અજયે પોતાના ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યું હતું કે, ‘કાજોલ ખુબ જ કંજૂસ છે, ઘરમાં સૌથી વધુ ખર્ચો તે પોતે જ કરે છે.’ કોફી વિથ કરણના શોમાં પણ કાજોલ ઓન લાઇન શોપિંગ કરે છે તેમ તેણે કહ્યું હતું તે સાથે તેમાં સૌથી સસ્તી એટલે કે લો પ્રાઇઝની વસ્તુ હોય તો તે પહેલા પસંદ કરે છે. અને આ આદતને અજય પણ ન પસંદ કરે છે.

અજયનું નેટવર્થ: અજય દેવગન બોલિવુડમાં છેલ્લા 3 દસકાથી કામ કરી રહ્યો છે. તેણે ફૂલ ઓર કાંટે, સપૂત, દિલજલે, જાન, જીગર, ઇશ્ક, હમ દિલ દે ચુકે સનમ, વિજય પથ, સંગ્રામ, દિલવાલે, સિંઘમ, શિવાય, ગોલમાલ, બોલ બચ્ચન, થાનાજી વગેરે જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયને સાબિત કર્યો છે. તથા દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી છે. અજયની નેટવર્થની વાત કરીએ તો 260 કરોડ રુપિયા છે.

YC