રૂંવાડા ઊભા કરી દેશે અજય દેવગનની દમદાર ડાયલોગ સાથેની ફિલ્મ “ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા”નું ટ્રેલર

બોલિવુડની આ વર્ષની મોટી રીલિઝ થનારી અજય દેવગનની ફિલ્મ “ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇંડિયા”નું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત અને નોરા ફતેહી જોવા મળી રહ્યા છે. બધાના જ રોલ દમદાર નજર આવી રહ્યા છે.

ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે, ફિલ્મ દેશભક્તિથી લબરેજ છે અને ફિલ્મના ડાયલોગ પણ ખૂબ જ ધાંસૂ છે. ફિલ્મનું ટ્રેલર જોઇ દર્શક ઉત્સાહિત અને રોમાંચિત થવાના છે.

આ ફિલ્મના ટ્રેલરમાં ઘણા એક્શન સીન્સ જોવા મળી રહ્યા છે. એક બાદ એક કમાલના સીન ટ્રેલમાં જોવા મળી રહ્યા છે. અજય દેવગન ફૌજી બનેલા જોવા મળી રહ્યા છે. ત્યાં જ સંજય દત્તનું પાત્ર ઘણુ રોમાંચિક કરનાર છે. સોનાક્ષી સિન્હાનું પાત્ર પણ ઘણુ અલગ છે.

1971નું વર્ષ હતુ જયારે પાકિસ્તાને એકવાર ફરી તેની નાપાક હરકતનું પ્રદર્શન કર્યુ હતુ. ભારતની સીમાઓ પર દેશના વીર જવાન રાષ્ટ્રની રક્ષા કરવા માટે ઊભા હતા અને સીમાઓથી પાકિસ્તાની હુમલાઓ થઇ રહ્યા હતા અને સાથે જ પાકિસ્તાની એરફોર્સ તરફથી પણ ભારતના એર બેસેસ પર હુમલા કરવામાં આવી રહ્યા હતા.

આ હુમલાનો શિકાર થનાર એક એર બેસ, ભુજનો સામેલ હતો. પાકિસ્તાની સૈનિકોએ તેમના નાપાક હરકતો બતાવતા ભુજ એર બેસ પર હુમલો તો કર્યો પરંતુ ભારતીય વાયુસેના અને સ્થાનીય લોકોની બહાદુરી અને પરાક્રમથી પાકિસ્તાન તેના મંસૂબોમાં કામયાબ ના થઇ શક્યા.

‘કચ્છી કોયલ’ તરીકે જાણીતા ગીતાબેન રબારીએ પણ સોશિયલ મીડિયામાં સંજય દત્ત સાથે તસવીરો શેર કરી હતી અને આ તસવીરો પરથી એવું લાગી રહ્યુ છે કે, તેમનું પણ ફિલ્મમાં કોઇ સ્પેશિયલ અપીયરેંસ હોઈ શકે છે પરંતુ હજુ આ વિશે કોઇ જ માહિતી મળી રહી નથી, તેથી આશંકા સેવાઇ રહી છે કે ગીતા બેનનું આ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરેંસ કે સંગીત હોઇ શકે છે.

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ફિલ્મનું ટ્રેલર આજે જ રીલિઝ કરવામાં આવ્યુ છે. ટ્રેલરમાં સંજય દત્ત અને અજય દેવગનના દમદાર ડાયલોગ પણ સાંભળવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ ફિલ્મ માટે ચાહકો હવે આતૂરથી રાહ જોઈ રહ્યા છે અને 13 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ સાથે સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ રીલિઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર આજે રીલિઝ થતાની સાથે જ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે અને લોકો હવે આ ફિલ્મ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina