હોશિયાર PI ભાંગી પડ્યા, કહ્યું ‘સાહેબ હવે વધારે ન પુછતાં બધુ…’

સ્વીટી પટેલની ગર્ભની વાતથી 5 મહિના સુધી અજાણ હતો હત્યારો અજય, પછી બીજા લગ્ન કર્યા અને…

વડોદરાના સૌથી ચકચારી કેસ PI અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ મામલે સૌથી મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વીટી પટેલના પતિએ એટલે કે વડોદરાના SOG PI અજય દેસાઇએ સ્વીટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ સૌથી ચકચારી કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે થોડા જ સમયમાં ઉકેલી નાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 6 જૂનની રાત્રે સ્વીટી પટેલ કોઈ કારણોસર જતા રહ્યા હતા અને તે બાદ આજ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નહિ. પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, સ્વીટી બેન જે રાત્રે ગુમ થઇ ગયા હતા તેની આગળની રાત્રે પતિ અને પત્ની વચ્ચે પૂર્વ પત્નીને છૂટેછેડા આપવા માટે ઝઘડો થયો હતો. અજય દેસાઇ અને સ્વીટી પટેલ લગ્ન કર્યા પહેલા લીનઇનમાં રહ્યા હતા અને તેમણે વર્ષ 2016માં સ્વીટી સાથે ફૂલહાર કર્યા હતા, જો કે, તેમણે વર્ષ 2017માં એક અન્ય યુવતિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સ્વીટીએ બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસર પત્ની રાખવા જણાવ્યુ હતુ. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને હતો જો કે, ઝઘડો વધવા પણ લાગ્યો હતો.

પોલિસ તપાસમાં એ સામે આવ્યુ છે કે, સ્વીટી પટેલના ગાયબ થવા બાદ પીઆઇ દેસાઇ ભરૂચ ગયા હતા. FSLની ટીમ પીઆઇના સમા સાવલી રોડના ભાડે પેન્ટ હાઉસ અને જીપ કારની તપાસ કરી રહી છે. આ સાથે જ પોલિસ અજય દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવશે. જો કે, અજય દેસાઇએ તેમની માનસિક સ્થિતિ અને તબિયતનું બહાનું આપતા નાર્કો ટેસ્ટ કરાવવાની ના કહી હતી.

સ્વીટી પટેલ 5 જૂને ગુમ થયા હતા અને તે બાદ હવે આ કેસમાં ખુલાસો થયો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજા પણ આરોપી હોવાનું સામે આવ્યુ છે. તેમણે અજય દેસાઇને ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી મનાવ્યો હતો. આ મામલે પીઆઇની પણ સંડોવણી હતી.

સ્વીટી પટેલની હત્યા પહેલા PI દેસાઈએ મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાત સાંભળીને કિરીટસિંહ પહેલા તો ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં મિત્ર અજયને મદદ કરવાની તૈયારી બતાવી હતી.

4 જૂનની રાત્રે અજય અને સ્વીટી પટેલ વચ્ચે લગ્નની વાતને લઇને ઝઘડો થયો હતો અને રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ અજય દેસાઇએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધુ હતુ. તે બાદ તેની લાશને ઉપરના રૂમમાં મૂકી દીધી અને તે બાદ આખી રાત લાશને ત્યાં જ રાખવામાં આવી હતી અને બીજા દિવસે અજાણ્યો બની તેની કાળા કલરની કંપાસ જીપને ઘર સુધી લાવી તેમાં લાશ મૂકી દેવામાં આવી. સ્વીટીનો કોઇ સંપર્ક ન થતા તેનો ભાઇ ત્યાં પહોંચ્યો અને પીઆઇ ગભરાઇ ગયા ત્યારે સ્વીટીના ભાઇને કહ્યુ કે હાલ તો બાળક ઘરમાં છે તેનું ધ્યાન રાખો હું સ્વીટીને શોધવા જઉં છુ.

પીઆઇ અને સ્વીટી પટેલ બંને વર્ષ 2015માં સંપર્કમાં આવ્યા અને તે બાદ વર્ષ 2016માં તેમણે મંદિરમાં હાર પહેરાવી સાથે રહેવાનું શરૂ કર્યુ. આ બાદ પીઆઇએ વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા અને તે બાદ સ્વીટી ગર્ભવતી થઇ જો કે તેને 5 મહિનાનો ગર્ભ થયો ત્યા સુધી પીઆઇને જાણ ન હતી. બંને વચ્ચે ઝઘડા થયા અને ત્યારબાદ દીકરાનો જન્મ થયો જેનું નામ અંશ છે.

ક્રાઇમ બ્રાચની તપાસમાં સામે આવ્યુ છે કે PIએ એક મહિના પહેલા જ સ્વીટીની હત્યાનો પ્લાન કર્યો હતો. આ માટે કિરીટસિંહ જાડેજાને કહ્યુ કે મારી એક બહેન લગ્ન વગર જ માતા બની ગઇ છે અને તેને મારી નાખવી છે અને તે બાદ કિરીટસિંહ જાડેજાએ પોતાની હોટલ પાસે પડેલી અવાવરૂ ફાર્મની જગ્યામાં લાશ સળગાવી અને પુરાવાને નાશ કરવાનું નક્કી કર્યુ.

Shah Jina