...
   

ઐશ્વર્યા રાય બચ્ચને નકારેલી આ 9 ફિલ્મો રહી સુપરહિટ આ ફિલ્મોએ ઘણી અભિનેત્રીના કરિયર માટે શ્રેષ્ઠ સાબિત થઇ

તમને પણ નવાઇ લાગશે કે આ ફિલ્મ માટે ના પાડી?

ઐશ્વર્યા રાય બચ્ચને લગ્ન બાદ સિલેક્ટેડ ફિલ્મો જ કરતી હતી. પરંતુ આરાધ્યાના જન્મ બાદ તે સંપૂર્ણ ધ્યાન દીકરી પર આપવા માંગે છે. તેથી તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામ કરનારી ઐશ્વર્યાએ તાલ, હમ દિલ દે ચુકે સનમ, ધુમ 2, દેવદાસ, રોબોટ અને ગુરુ જેવી દમદાર ફિલ્મો દ્વારા પોતાની ઓળખ બનાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઐશે ઘણી સારી ફિલ્મો નકારી હતી. તો તે ફિલ્મો વિશે જાણીએ….

1.રાજા હિન્દુસ્તાની
1996માં આવેલી સુપર હિટ ફિલ્મ રાજા હિન્દુસ્તાની માટે કરિશ્મા કપૂર પહેલા આ રોલ ઐશ્વર્યાને ઓફર થયો હતો તેણે આ ફિલ્મ માટે ના પાડી પછી ડાયરેક્ટર ધર્મેશ દર્શને આમિર ઓપોઝિટ કરિશ્મા કપૂરને સાઇન કરી અને આ ફિલ્મ સુપર હિટ રહી.

2.કુછ કુછ હોતા હૈ
1998માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ માટે ટીનાનો રોલ એશ્વર્યાને ઓફર થઇ હતી. પરંતુ તેણે આ ફિલ્મ કરવામાં રસ ધરાવ્યો ન હતો. ત્યાર બાદ આ રોલ માટે રાની મુખર્જીને સાઇન કરવામાં આવી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ.

3.મુન્નાભાઇ એમબીબીએસ
ઐશ્વર્યાને રાજ કુમાર હિરાણીની ફિલ્મ મુન્નાભાઇ ઓફર થઇ હતી. પરંતુ તેણે ના પાડી ત્યાર બાદ આ ફિલ્મ ગ્રેસી સિંહને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ સુપર હિટ રહી હતી.

4.વીર-ઝારા
યશ ચોપરાની ફિલ્મ વીર ઝારા માટે પ્રિટી ઝિન્ટાનો રોલ ઐશ્વર્યાને ઓફર થયો હતો, તેણે આ ફિલ્મમાં રસ ધરાવ્યો નહીં. ત્યાર બાદ આ ફિલ્મ પ્રિટી ઝિન્ટાએ કરી અને ફિલ્મ તો સુપર હિટ રહી તે સાથે પ્રિટીના ઘણા વખાણ પણ થયા હતા.

5.ભુલભુલૈયા
મંજોલિકાના રોલ માટે વિદ્યા બાલન જાણીતી બની ગઇ પરંતુ પહેલા આ રોલ ઐશ્વર્યાને ઓફર થયો હતો, પરંતુ તેણે ફિલ્મ રિજેક્ટ કરી બાદ વિદ્યા બાલનને સાઇન કરવામાં આવી હતી.

6. નમસ્તે લંડન
વિપુલ શાહની ફિલ્મ નમસ્તે લંડન દ્વારા કેટરિનાએ ફિલ્મ ઇન્ડરસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી પરંતુ આ રોલ પહેલા ઐશ્વર્યાને ઓફર થયો હતો. તેણે સરખો જવાબ ન આપ્યો ત્યાર બાદ ફિલ્મ કેટરિના કૈફને મળી.

7. દોસ્તાના
એશને દોસ્તાના માટે લીડ રોલ ઓફર થયો હતો, પરંતુ તેણે આ રોલ માટે ના પાડી ત્યાર બાદ આ રોલ દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને મળી, સાથે દેસી ગર્લનું ટેગ પણ મળ્યું. આ ફિલ્મ પણ હિટ રહી હતી.

8. ચલતે-ચલતે
આ ફિલ્મમાં પહેલેથી જ એશ હતી, પરંતુ બોયફ્રેન્ડ સલમાન સેટ પર આવીને ધમાલ કરતો હતો જેના કારણે તેણે આ ફિલ્મ છોડવી પડી અને આ ફિલ્મમાં રાની મુખર્જીએ કામ કર્યું.

9.ક્રિશ
ફિલ્મ ક્રિશ માટે રિતિક ઓપોઝિટ એશ્વર્યા રાયની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મ માટે ના પાડી બાદમાં પ્રિયંકા ચોપરાને સાઇન કરવામાં આવી.

YC