હોઠ પર લાલ ચટ્ટાક લિપસ્ટિક અને સિલ્વર હુડી ગાઉન પહેરીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો વિખેરતી જોવા મળી ઐશ્વર્યા રાય, જુઓ તસવીરો

લાલ લિપસ્ટિક, સિલ્વર હૂડી ગાઉન પહેરીને કાન્સમાં ચમકી ઐશ્વર્યા રાય, અભિનેત્રીની તસવીરો જોઈને તમારું દિલ થામી લેશો

Cannes 2023 aishwarya rai look : બૉલીવુડની અભિનેત્રીઓ પડદા પર હોય ત્યારે અને રિયલ લાઈફમાં સાવ અલગ દેખાતી હોય છે, પરંતુ તેમનું ગ્લેમર દરેક જગ્યાએ છવાયેલું રહેતું હોય છે. તે કોઈ પાર્ટી કે એવોર્ડ શોમાં જાય ત્યારે પણ ચાર ચાંદ લાગી જતા હોય છે. તેમના પહેરવેશથી લઈને તેમની દરેક સ્ટાઇલ જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઇ જતા હોય છે.

ત્યારે કાન્સ 2023ની શરૂઆતથી જ દરેકની આંખો ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક જોવા માટે આતુર હતી. આખરે 16 મેથી શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય સામાન્ય કરતા અલગ અંદાજમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ આ વખતે પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બિલકુલ અલગ રાખ્યું હતું, જેને જોઈને બધાની નજર તેના પર ટકેલી હતી.

ઐશ્વર્યાએ બ્લેક ગાઉન સાથે મોટો સિલ્વર હૂડ કેરી કર્યો હતો, જે તેને ખૂબ જ અલગ લુક આપી રહ્યો હતો. ઐશ્વર્યાના આ લુકની હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ઐશ્વર્યા કાન્સમાં તેના લુક સાથે પ્રયોગ કરવામાં ક્યારેય પાછળ નથી રહેતી. આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. ઐશ્વર્યાએ સોફી કોચરનું સિલ્વર ગાઉન પહેર્યુ હતુ. જેની સાથે તેણે સિલ્વર હૂડી પહેરી હતી.

આ હુડીની ખાસ વાત એ છે કે તેને હળવા વજનના એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. ઐશ્વર્યાએ ખુલ્લા વાળ અને લાલ લિપસ્ટિક સાથે આ દેખાવને કમ્પ્લીટ કર્યો હતો. ઐશ્વર્યાના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એશ્વર્યાનો આ લુક સામે આવ્યો ત્યારથી યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું “ચિકન શોરમાં લાગી રહી છે એલ્યુમિનિયમ ફોઈલમાં” તો કોઈએ આ ડ્રેસને સમોસું પણ કહ્યું. તો એક યુઝરે લખ્યું “તમે સ્ટીલ શીટનો પડદો કેમ નાખ્યો છે.”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લે ફિલ્મ “પીએસ 2″માં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મમાં તેની સાથે ત્રિશા કૃષ્ણન, વિક્રમ મહત્વના રોલમાં જોવા મળ્યા છે. મણિરત્નમે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે.

ઐશ્વર્યા પહેલા સારા અલી ખાન, ઇશા ગુપ્તા, મૃણાલ ઠાકુર, ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કરી ચૂકી છે. દરેક વ્યક્તિએ પોતાના લુકથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઐશ્વર્યા બાદ અનુષ્કા શર્માના ડેબ્યૂની સૌ રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel