સ્પષ્ટ જોવા મળી રહ્યો છે બેબી બંપ, 47 વર્ષે બની ગર્ભવતી? જુઓ PHOTOS
બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને હાલમાં જ દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જેને જોયા બાદ યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે એશ્વર્યા રાય પ્રેગ્નેટ છે. એશ્વર્યા અને અભિષેક ફરી માતા-પિતા બનવાના છે.
એશ્વર્યા રાય બચ્ચન શુક્રવારે મધ્ય પ્રદેશના ઓરછા પહોંચી હતી. એશ્વર્યા સાથે તેની દીકરી આરાધ્યા પણ હાજર હતી. એશ્વર્યા અને આરાધ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જયાં યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ દરમિયાન જે વાત પર લોકોનું ધ્યાન ગયુ તે હતુ એશ્વર્યાનો બ્લેક લૂઝ ડ્રેસ. જેને લઇને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ફરી પ્રેગ્નેટ હોવાનો દાવો કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એશ્વર્યાના પ્રેગ્નેટ હોવાની ખબર સામે આવી હતી. આ અફવાએ ત્યારે જોર પકડ્યુ જ્યારે એશ્વર્યાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી.
એશ્વર્યાની આ તસવીરો અને વીડિયો પર ઘણા યુઝર્સ સવાલ કરી રહ્યા છે શું તે પ્રેગ્નેટ છે ? ત્યાં જ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, તેનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એક અન્ય યુઝરે લખ્યુ કે, શું એશ્વર્યા પ્રેગ્નેટ હશે કારણ કે તે આટલી મોટી ન હોઇ શકે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એશ્વર્યા પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે તેના કો-સ્ટાર સરથ કુમારના ઘરે પહોંચી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો શરથ કુમારની દીકરી અને અભિનેત્રી વરલક્ષ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
આ તસવીરો જોતા જ યુઝર્સ દ્વારા ક્યા લગાવવામાં આવી રહ્યા હતા કે એશ્વર્યા પ્રેગ્નેટ છે. તેનો બેબી બંપ દેખાવવાની પણ વાત કરી હતી. કેટલાક લોકોનું કહેવુ છે કે તે બીજીવાર માતા બનવાની છે. આ તસવીરો જોતા યુઝર્સ એવું પણ કહી રહ્યા હતા કે એશ્વર્યા તેનો બેબી બંપ છૂપાવવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન તેણે બ્લેક ઓફ શોલ્ડર ટોપ પહેર્યુ હતુ અને તસવીરોમાં તેનું વજન પણ વધતુ જોવા મળી રહ્યુ હતુ. તેણે તેના પેટને હાથથી છૂપાવ્યુ હતુ.
એશ્વર્યા સાથે એરપોર્ટ પર આરાધ્યા ખૂબ જ ક્યુટ સ્ટાઇલમાં જવા મળી હતી. આરાધ્યાની હાઇટ તેના પિતા અભિષેક બચ્ચન પર જઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં આરાધ્યા એશ્વર્યાના ખભા સુધી પહોંચેલી જોવા મળી રહી છે. પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવેલ તસવીરમાં તેની હાઇટ સ્પષ્ટ નોટિસ કરવામાં આવે છે.
આરાધ્યાને બ્લુ કલરના ફ્લોરેલ પ્રિંટ જંપસુટમાં સ્પોટ કરવામાં આવી હતી. ફૂલોના પ્રિંટવાળા આ આઉટફિચટ સાથે ડેનિમની ફિટિડ જેકેટ આરાધ્યાએ મેચ કરી હતી. જે સ્ટાઇલ કોશન્ટ વધારતી નજર આવી. આ કપડા સાથે ક્યુટ મિસ બચ્ચને પિંક કલરનુ શોલ્ડર બેગ કેરી કર્યુ હતુ. વાળને કોમ્બો કરતા આરાધ્યાએ હેરબેન્ડ લગાવ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, એશ્વર્યા ઓરછામાં તમિલ ફિલ્મ “પોન્નિયિન સેલવન”ના શુટિંગ માટે પહોંચી હતી. આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમ કરી રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ “ફન્ને ખાં”માં જોવા મળી હતી.
View this post on Instagram