મનોરંજન

એશ્વર્યા રાય બચ્ચન પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે શ્લોકા શેટ્ટીના લગ્નમાં પહોંચી, જાણો દુલહન સાથે શુ સંબંધ છે

પતિ અને દીકરી સાથે લગ્નમાં પહોંચી એશ્વર્યા, રેડ આઉટફિટમાં લાગી ખૂબ જ સુંદર- જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ કઝિન શ્લોકા શેટ્ટીના લગ્નમાં પહોંચી હતી. લગ્નમાં એશ્વર્યા સાથે પતિ અભિષેક અને દીકરી આરાધ્યા પણ જોવા મળ્યા હતા.

આ દરમિયાન લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. લગ્નમાં એશ્વર્યા રાયની માતા વૃંદા રાય પણ હાજર છે.

એશ્વર્યા રાયના ચાહકો અભિષેક અને આરાધ્યા સાથે તેેમની તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. બચ્ચન પરિવાર અને વૃંદા રાયની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

Image source

એશ્વર્યાનો લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. એશ્વર્યા તસવીરમાં લગ્ન પહેલાના ફંકશનમાં પેસ્ટલ કલરના આઉટફિટમાં જોવા મળે છે. આ ઉપરાંત તેણે આઉટફિટ સાથે મિનિમલ મેકઅપ પણ કર્યો છે.

એશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચને લાલ રંગનો અનારકલી ડ્રેસ કેરી કર્યો છે. આ તસવીરમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. એભિષેક શેરવાનીમાં નજરે પડી રહ્યા છે.

આ તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કેે, એશ્વર્યા, અભિષેક અને આરાધ્યાએ તેમના આઉટફિટ અનુસાાર મેચિંગ માસ્ક કેરી કર્યા છે. ચાહકો ત્રણેયના લુકને ઘણો પસંદ કરી રહ્યા છે.

બીજીબાજુ એશ્વર્યા લાલ રંગના આઉટફિટમાં પણ જોવા મળે છે. આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે આ લુક સાથે મિનિમલ મેકઅપ કર્યો છે અને માથામાં ટીકો પણ લગાવ્યો છે. આ તસવીર લગ્નની છે. તેમજ આરાધ્યાના લુકની વાત કરીએ તો, તેણે લહેંગો કેરી કર્યો છે.

તમને જણાવી દઇએ કે, શ્લોકા શેટ્ટી એશ્વર્યાની માસીની છોકરી છે. એશ્વર્યાના કઝિનના લગ્નની આ તસવીરોને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર જોવા મળે છે.

Image source

એશ્વર્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે તેેના અપકમિંગ પ્રોજેક્ટ “પોન્નિયિન સેલવન’ની શુટિંગમાં વ્યસ્ત હતી. હાલમાં જ તેને પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.