અણબનાવ અને છૂટાછેડાની ખબરો વચ્ચે એશ્વર્યા રાયે છોડ્યુ બચ્ચન હાઉસ ? દીકરી સાથે શિફ્ટ થઇ પિયર

એશ્વર્યા રાયે છોડ્યું બચ્ચન પરિવારનું ઘર, શું પતિ અભિષેક સાથે લેશે છૂટાછેડા ? નજીકના વ્યક્તિએ કર્યો ખુલાસો

બોલિવૂડ સ્ટાર્સ અવાર નવાર તેમના રિલેશન, લગ્ન અને બ્રેકઅપના કારણે હેડલાઇન્સમાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેલેબ્સ વચ્ચે છૂટાછેડાની ઘટનાઓ વધી છે, એટલે ક્યારે અને કઈ સેલિબ્રિટીનું બ્રેકઅપ થાય કે છૂટાછેડા થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બચ્ચન પરિવાર ઘણો ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે એશ-અભિષેકના છૂટાછેડાના સમાચાર…

એશ-અભિષેકના છૂટાછેડાના સમાચાર

શું એ વાત સાચી છે કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય અને દીકરો અભિષેક બચ્ચન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે ? ઐશ્વર્યાના છૂટાછેડાની અફવા ત્યારે ફેલાઈ હતી જ્યારે અમિતાભ બચ્ચને તેમની વહુને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હતી. જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. આ લગ્ન અમિતાભ બચ્ચનના બંગલો પ્રતિક્ષા ખાતે યોજાયા હતા.

2007માં કર્યા હતા લગ્ન અને 2011માં બન્યા હતા આરાધ્યાના પેરેન્ટ્સ

એશ-અભિષેક લગ્ન બાદ 16 નવેમ્બર 2011ના રોજ આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા. જોકે, કેટલાક વર્ષોથી અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે મતભેદો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી નથી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના મતભેદ એટલા વધી ગયા છે કે તેઓ અલગ થઇ રહ્યા છે.

એશ્વર્યા અને અભિષેક માત્ર આરાધ્યાને કારણે જ સાથે છે

એવું કહેવામાં આવી રહ્યુ છે કે એશ્વર્યા અને અભિષેક માત્ર આરાધ્યાને કારણે જ સાથે છે. એવા પણ અહેવાલ છે કે ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારનું ઘર છોડી દીધું છે. આ ઉપરાંત એવી પણ ખબર છે કે જયા બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે ઘણી સમસ્યાઓ છે. ઐશ્વર્યા અને અભિષેકે તેમના સંબંધો અંગે જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.

આવી રીતે છૂટાછેડાના સમાચારે પકડ્યુ જોર

જોકે ઘણા અહેવાલો દાવો કરી રહ્યા છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય આ મામલે ગંભીર છે. જ્યારે ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચન પહેલીવાર લગ્નની વીંટી વિના જાહેરમાં દેખાયા ત્યારે છૂટાછેડાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે, હકિકત શું છે તો તે એશ્વર્યા અને અભિષેકમાંથી જ કોઇ કહી શકશે.

Shah Jina