કેટલા કરોડ રૂપિયાની માલિક છે એશ્વર્યા, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ
ઘણા લોકોને બોલિવુડ સેલેબ્સની લાઇફસ્ટાઇલમાં રસ હોય છે. લોકો જાણવા ઇચ્છે છે કે તેઓ કેવી રીતે રહે છે, તેમની પાસે કઇ ગાડીઓ હોય છે, તેમનું ઘર કેવું છે. આવામાં વાત કરીએ તો, બચ્ચન પરિવાર એટલે કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને જયા બચ્ચનની… આજે તમને એ જણાવા જઇ રહ્યા છીએ કે, અભિષેક બચ્ચન અને એશ્વર્યા કેટલી સંપત્તિના માલિક છે.
અભિષેક બચ્ચને તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2000માં આવેલી ફિલ્મ રિફ્યુઝીથી કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર પણ હતી. અભિષેકે 2007માં મિસ વલર્ડ એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. જો તેમના અંગત જીવનની વાત કરવામાં આવે તો, એશ્વર્યા રાય પ્રોપર્ટીની બાબતમાં પતિ અભિષેકથી વધુ ધનવાન છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એશ્વર્યાની નેટવર્થ 245 કરોડ રૂપિયા છે જયારે અભિષેકની નેટવર્થ 210 કરોડ રૂપિયા છે.
અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગની ટીમ જયપુર પિંક પેન્થર્સના માલિક અને ઇન્ડિયન સુપર લિગ ચેન્નાઇના એફસીના કો-ઓનર છે. અભિષેક બચ્ચન પાસે જગુઆર, મર્સિડીઝ , બેંટલે સીજીટ, રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ ગાડીઓ છે અને બાંદ્રામાં એક એપાર્ટમેન્ટ પણ છે.
એશ્વર્યા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ફન્ને ખાંમાં નજરે પડી હતી. એશ્વર્યા ફિલ્મો ઉપરાંત વધુ કમાણી કોમર્શિયલ જાહેરાતથી કરે છે. તે એક વિજ્ઞાપનના લગભગ 4-5 કરોડ રૂપિયા લે છે. એશ્વર્યા ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તેની પાસે લક્ઝુરિયસ ગાડીઓનું કલેકશન છે. તેના પાસે મર્સિડીઝ એસ 500, બેંટલે સીજીટ, સેમચુરી ફોલ્સમાં વિલા અને દુબઇમાં એક એપાર્ટમેન્ટ છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે બંને પાસે લગભગ 1000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશ જ નહિ પરંતુ વિદેશોમાં પણ ખૂબ પોપ્યુલર છે. અમિતાભ બચ્ચન તેમની દમદાર એક્ટિંગ અને અવાજથી ફિલ્મોમાં નહિ પરંતુ ટીવી અને જાહેરાત જગતમાં પણ તેમણે ખૂબ નામ અને પૈસા કમાયા છે.
ગયા વર્ષે જયા બચ્ચન દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં નોમિનેશન ફાઇલ કરવા દરમિયાન સંપત્તિની વિગતો આપવામાં આવી હતી. તે અનુસાર જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પાસે 460 કરોડની સ્થાવર સંપત્તિ છે અને બંનેની જંગમ સંપત્તિ 540 કરોડ છે.