માંગમાં સિંદૂર, મહારાણી લુકમાં એશ્વર્યા રાયે કાન્સમાં લગાવ્યા ચાર ચાંદ, વ્હાઇટ રોયલ સાડીમાં જોઇ ચાહકો થયા પાગલ

કાન્સ 2025 ફિલ્મ ફેસ્ટિવલ 13 મેના રોજ શરૂ થયો હતો અને 23 મે સુધી ચાલશે. આ વખતે ઘણા નવા સેલેબ્સે રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ. જો કે ચાહકો કાન્સ ક્વીન ઐશ્વર્યા રાયની રાહ જોઈ રહ્યા હતા જે હવે પૂર્ણ થઈ ગઈ છે. ઐશ્વર્યા 21 મેના રોજ કાન્સમાં પહોંચી હતી અને તેનો લુક જોયા પછી, ચાહકો તેના પરથી નજર હટાવી શકતા નથી. આ વખતે ઐશ્વર્યાનો લુક ખૂબ જ અલગ અને શાહી હતો.

બુધવારે, ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર વ્હાઇટ સાડીમાં એન્ટ્રી કરી હતી અને રૂબી ગળાનો હાર પહેર્યો હતો. પરંતુ ચાહકોનું ધ્યાન ખેંચનારી વસ્તુ એ હતી કે તેણે માંગમાં સિંદૂર લગાવ્યુ હતુ, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યુ હતુ. ઐશ્વર્યાને આ રીતે જોઈને તેના ચાહકો સૌથી વધુ ખુશ છે. આ વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી.

તેની સફેદ સાડીમાં હાથીદાંતની બનારસી બોર્ડર હતી અને સોનેરી કામ હતું અને તેણે સાડીને મેચિંગ શીયર દુપટ્ટા સાથે જોડી હતી. વધુ સ્ટાઇલિશ દેખાવા માટે, ઐશ્વર્યાએ તેના હાથમાં કોકટેલ ફ્લાવર રિંગ પહેરી હતી. ઐશ્વર્યાએ પહેલા હાથ હલાવ્યો અને પછી રેડ કાર્પેટ પર ચાલતી વખતે નમસ્તે કહીને પોઝ આપ્યો.

ઐશ્વર્યા રાયને કાન્સની ક્વીન એમ નેમ નથી કહેવાતી, ફરી એકવાર અભિનેત્રીએ સાબિત કર્યું છે કે તે આ ઇવેન્ટનું ગૌરવ છે. જો કે આ વખતે ચાહકોને તેને રેડ કાર્પેટ પર જોવા માટે ઘણો સમય રાહ જોવી પડી હતી. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેણે ‘ઓપરેશન સિંદૂર’ ના પ્રતીક તરીકે દેશ સાથે એકતા દર્શાવી છે, જ્યારે કેટલાક ચાહકો તેની તુલના બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ રેખા સાથે કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના રેડ કાર્પેટ પર એવો જાદુ ફેલાવ્યો કે બધાની આંખો પહોળી રહી ગઈ. ઐશ્વર્યા રાયે સાડી સાથે ગળામાં ખૂબસુરત હાર કેરી કર્યો હતો, જેમાં 18 કેરેટ સોનામાં જડેલા 500 કેરેટ મોઝામ્બિક માણિક અને હીરા જડેલા હતા. તેના ગળામાં આ હાર ખૂબસુરત લાગી રહ્યો હતો.

Shah Jina
error: Unable To Copy Protected Content!