મોટો ખુલાસો : આસિફ શેખે જણાવી ટીવી અભિનેતા દીપેશના મૃત્યુ પહેલાની અંતિમ પળની હાલત, આંખો માંથી લોહી…

ગઈકાલે ટીવીના ફેમસ અભિનેતા એક્ટર દીપેશ ભાન (Deepesh Bhan) એટલે કે ‘ભાબીજી ઘર પર હૈ’નાં (Bhabiji Ghar Par Hai) મલખાનનાં નિધનનાં ન્યુઝ આવતા જ સૌ કોઇને ચોંકી ગયા છે. નાની ઉંમરે અભિનેતાએ દીપેશ ભાને અંતિમ શ્વાસ લીધા છે. તેની પત્ની અને એક વર્ષનાં દીકરાની સાથે તેનો આખો પરિવાર ઘણો જ વ્યથિત છે.

આ વચ્ચે શોમાં દીપેશની સાથે નજર આવતા એક્ટર આસિફ શેખે દીપેશનાં નિધન અંગે વાત કરી છે. આસિફ મુજબ અભિનેતા સવારે 7 વાગ્યે જિમમાં ગયા હતા પછી ત્યાંથી પરત ફર્યા બાદ તે બિલ્ડિંગનાં કમપાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હતા . એક ઓવર રમ્યા બાદ જેમ દીપેશ બોલ ઉઠાવવાં નમ્યો કે તે લથડિયા ખાઇને પડી ગયા પછી તેઓ ઉઠ્યા જ નથી.

તેને ત્વરીત ઘરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો. આસિફનું કહેવું છે કે ભાનની આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બ્રેન હેમરેજની નિશાની છે. બાદમાં ડૉક્ટર્સે પણ બ્રેન હેમરેજ જણાવ્યું. એક સમયે ઘટના સ્થળે હાજર લોકોએ માની લીધુ હતું કે દીપેશને હાર્ટ એટેક આવ્યો હતો.

આસિફે વધુમાં કહ્યું છે કે, અભિનેતાએ સવારથી કંઇ જ ખાધુ ન હતું. એવામાં ક્રિકેટ રમતા તે ભાગ્યો અને બ્લડ પ્રેશર શૂટ અપ થવાને કારણે તે પડી ગયો. 40ની ઉંમર બાદ તેમણે તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જેવું હતું. એક્ટરે એમ પણ જણાવ્યું કે, આ સમયે ‘ભાભીજી ઘર પર હૈ’ની આખી ટીમ દીપેશનાં ઘરે છે. કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, દીપેશ ભાન હવે અમારી વચ્ચે નથી રહ્યો.


આસિફે એમ પણ જણાવ્યું કે, ભાનને બ્લ્ડ પ્રેશરની સમસ્યા હતી. પણ થોડા દિવસ પહેલાં તેણે ચેકઅપ કરાવ્યું હતું. જેમાં બધુ જ નોર્મલ હતું. તેમણે જણાવ્યું કે, ભાન ઘણો જ હાઇપર એક્ટિવ યુવક હતો. તે સેટ પર હમેશાં રીલ્સ બનાવતો રહેતો. મને નથી સમજાતું કે અમે હવે કામ કેવી રીતે કરીશું. આ અમારા બધાની માટે ઘણો જ મુશ્કેલ સમય છે.

આપને જણાવી દઇએ કે, ત્રણ વર્ષ પહેલાં જ ભાનાં લગ્ન થયા છે. તેને એક દીરો છે જે હાલમાં માત્ર દોઢ વર્ષનો છે. એક્ટ્રેસ નેહાને સૌથી વધારે ચિંતા દીપેશના 18 મહિનાના દીકરા અને પત્નીની છે. તેણે કહ્યું, “હું તેની વાઈફ અને સન માટે ખૂબ દુઃખી છું. તેનો દીકરો ખૂબ નાનો છે. દીપેશે ખૂબ મોડા લગ્ન કર્યા હતા. તે કુંવારો હતો ત્યારથી હું તેને ઓળખતી હતી અને તેને ચીડવતી હતી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.”

YC