સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત ! એરપોર્ટ ઓથોરિટીના અધિકારી થયા બેભાન, તબીબે મૃત જાહેર કર્યા…

હાર્ટ-એટેકથી મોતની આશંકા:સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓયોના રૂમમાં બેભાન મળ્યા, સિવિલ લઈ જતી વખતે મૃત જાહેર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલા સામે આવી રહ્યા છે, જેમાં મોટી ઉંમરના લોકો સાથે સાથે યુવા અને કિશોરોના પણ મોત થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સુરતમાંથી હાર્ટ એટેકની ઘટના સામે આવી, એરપોર્ટ ઓથોરિટીનાં સિનિયર સુપ્રિડેન્ટન્ટ મોલિન્સ ક્રિશ્ચિયનનું હાર્ટ એટેકથી નિધન થયુ હોવાની ખબર મૃતકને BP કોલેસ્ટ્રોલની બીમારી હતી, જો કે હાલ તો મોતનું સાચુ કારણ જાણવા પીએમ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 46 વર્ષીય મોલિન્સ મનુભાઈ ક્રિશ્ચિયન અમદાવાદ ખાતે આવેલ જશોદાનગરમાં પરિવાર સાથે રહેતા હતા. સુરત એરપોર્ટ ઓથોરિટીમાં તેઓ સિનિયર સુપ્રિટેન્ડન્ટ એમ્બુલિફટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. તેઓ ડુમસમાં આવેલ ઓયો હોટલમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક દીકરી છે.

File Pic

24 નવેમ્બરના રોજ અમદાવાદથી સુરત એરપોર્ટ ખાતે બદલી બાદ તેઓ હોટલમાં રહીને નોકરી કરી રહ્યા હતા. જો કે, ગતરોજ સાંજે તેઓ બેભાન અવસ્થામાં મળ્યા અને તે બાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ઘટના બાદ પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર દોડી ગયો હતો. હાલ તો તેમનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina