વાયુસેનાના સુખોઇ-30 અને મિરાજ-2000 ફાઇટર જેટ ક્રેશ, 1 પાયલટનું મોત, PM મોદી પહોંચે તેની ગણતરીની મિનિટ પહેલા…

મધ્યપ્રદેશના મુરૈનામાં આજે એટલે કે શનિવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હતું. બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો. રક્ષા મંત્રીએ આ ઘટના અંગે વાયુસેના પ્રમુખ સાથે વાત કરી છે. વિમાનમાં ત્રણ પાઈલટ સવાર હતા.

રાજસ્થાનના મુરૈનાના અને ભરતપુરમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. પહેલા સુધી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભરતપુરમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જો કે, બાદમાં એ વાતની પુષ્ટિ થઈ કે આ બંને ફાઈટર જેટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો છે. ત્યાં કોઈ અલગ એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. મુરૈનાના કલેક્ટરે જણાવ્યું કે જેટ પ્લેન સવારે સાડા પાંચ વાગ્યે ક્રેશ થયું હતું. બે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

દુર્ઘટના બાદ એરફોર્સે મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની સ્થાપના કરી છે. જે જોશે કે બંને વિમાનો એકબીજા સાથે અથડાયા હતા કે બીજુ કોઇ કારણ હતુ. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સુખોઈ 30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. બે પાયલટ સુરક્ષિત છે, જ્યારે એકનું મોત થયું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર ટ્વિટ કર્યું અને લખ્યું કે, “મુરૈનામાં કોલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના ક્રેશ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.મેં સ્થાનિક પ્રશાસનને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહયોગ આપવા સૂચના આપી છે.

વિમાનોના પાઇલોટ્સના સુરક્ષિત હોવાની હું ભગવાનને પ્રાર્થના કરું છું.” ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના ઉદેપુર પહોંચે એની થોડી જ મિનિટો પહેલા ભરતપુરમાં અકસ્માતની મોટી ઘટના બની. પીએમ રાજસ્થાનમાં ભગવાન દેવનારાયણની જન્મતિથિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે,

જેઓને ભિલવાડાનો ગુર્જર સમાજના દેવ તરીકે પૂજે છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા નેપાળમાંથી પ્લેન ક્રેશની ઘટના સામે આવી હતી, જેમાં ઘણા મુસાફરોના મોત થયા હતા. આ પ્લેનમાં 15 અલગ-અલગ દેશોના નાગરિકો સવાર હત અને આ દુર્ઘટનામાં 5 ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જે ઉત્તરપ્રદેશના હતા.

Shah Jina