BREAKING ન્યુઝ: પ્લેન ક્રેશ થતા જ ભુક્કા બોલી ગયાં, વ્હીલ નોખા પડી ગયાં, જુઓ વીડિયો

પ્લેન ક્રેશને લઈને દેશમાં એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશના ગુનામાં પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. આ ટ્રેની પ્લેન હતું, જે નીમચથી સાગર જઈ રહ્યું હતું. આ એક્સિડન્ટમાં ટ્રેનિંગ કરતી મહિલા પાયલોટને ઈજા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્લેન નીમચથી સાગર માટે ટેકઓફ થયું હતું, પરંતુ ગુના પાસે પ્લેનનું એન્જિન ખરાબ થઈ ગયું હતું.

જેના કારણે મહિલા પાયલટે ગુના એરોડ્રોમ પર લેન્ડિંગની પરવાનગી માંગી હતી, પરંતુ ગુના હેલિપેડના રનવે પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. તસવીરોમાં તમે જોઈ શકો કે આ પ્લેન ક્રેશ કેટલો ગંભીર છે. વિમાનના ભૂક્કા બોલી ગયાં અને લેન્ડિંગ વ્હીલ પણ વિમાનથી અલગ થઈ ગયાં હતા.

પ્લેન લેક પાસેની ઝાડીઓમાં પડ્યું હતું. આ ભયાનક એક્સિડન્ટમાં એક મહિલા પાયલોટ નેન્સી મિશ્રા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તે એક ટ્રેઇની એરક્રાફ્ટ હતું. મહિલા પાયલોટ નેન્સી મિશ્રા આ એરક્રાફ્ટમાંથી ફ્લાઈંગ ટ્રેનિંગ લઈ રહી હતી.

આજે સવારે લગભગ 11:30 વાગ્યે તેણે નીમચથી સાગર માટે ઉડાન ભરી હતી, પરંતુ લગભગ 4 વાગ્યે તેના પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. તમને જણાવી દઈએ કે લગભગ 3 વર્ષ પહેલા, MPમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યારે 27 માર્ચ, 2021 ના રોજ ભોપાલના ગાંધીનગર ક્ષેત્રમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3 પાયલોટ ઘાયલ થયા હતા.

કેન્યાની રાજધાની નૈરોબી (Nairobi)માં પણ આવી જ એક દુઃખદ ઘટના સામે આવી જેમાં એક ટ્રેઈની પાઈલટ અને ટ્રેનરનું મોત થયું હતું. ટ્રેનિંગ દરમિયાન તેમનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હતું. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે સ્થાનિક કેરિયર સફારીલિંક (carrier Safarilink) અને 99 ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું વિમાન ચાલુ ઉડાને જ અથડાતા આ ભયાનક ઘટના બની હતી.

YC