અમદાવાદ પ્લેન ક્રેશ ! 190 લોકોના DNA થયા મેચ, 159 મૃતદેહ પરિવારને સોંપાયા…3 પરિવારે નોંધાવી મિસિંગની ફરિયાદ, હજુ પણ સિવિલમાં 7 દર્દી દાખલ

12 જૂનનોએ ગોજારો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 (787-8 બોઈંગ ડ્રીમલાઈનર) ટેક ઓફ કર્યાની થોડી મિનિટ પછી દુર્ઘટનનો શિકાર બની. આ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.આંખના પલકારામાં પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. જોતજોતામાં આ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના કરુંણ મોત નિપજ્યાં હતા. જો કે એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ હતા.

આ ઘટનામાં 279 લોકોના દુખદ મોત નિપજ્યા હતા. જેના માટે પરિવરજનોના DNA કર્યા બાદ ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 190 મૃતકોના DNA મેચ થઈ ચુક્યા છે. જોકે, હજુ સુધી DNA મેચ કરવાની પ્રક્રિયા શરૂ છે. જેમાં 181 મૃતકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી 158 મૃતદેહોને પરિવારને સોંપી દેવાયા છે. 125 ભારતીય, 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિકતા ધરાવતા મુસાફરના મૃતદેહ સોંપી દેવાયા છે. જ્યારે 2 વિદેશી નાગરિકોના મૃતદેહ વિદેશ મોકલી આપવામાં આવ્યા છે.

બીજી તરફ અત્યાર સુધીમાં 139 લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નિપજ્યા છે તેમાં UKના નાગરિકો પણ હોય UK ગર્વમેન્ટની એક ટીમ મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી. આ સાથે 3 પરિવારે મિસિંગની ફરિયાદ પણ નોંધાવી છે. સિવિલમાં 7 દર્દી દાખલ છે. વધુ એક દર્દીનું સારવાર દરમિયાન 17 જૂનના રોજ મોત થયું છે. જો કે આ દુર્ધટનામાં એક મુસાફર વિશ્વાસનો આબાદ બચાવ થયો હતો. તેને ગત મોડી સાંજે રજા આપી દેવામાં આવી છે. વિશ્વાસ AI અને હોસ્પિટલ સાથે કનેક્ટ હતો. જ્યારે વિશ્વાસના ભાઈના પાર્થિવ દેહને 2 વાગ્યા આસપાસ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

Raina
error: Unable To Copy Protected Content!