આ પૂર્વ એર હોસ્ટેસે એવી જગ્યાએ છૂપાવી દીધુ ડ્રગ્સ કે જોનારા હચમચી ઉઠ્યા, 100 ગ્રામ ડ્રગ્સની કિંમત 10 લાખ રૂપિયા…

પોલીસ દ્વારા ડગના કારોબારને નષ્ટ કરવા માટે શરૂ કરાયેલ ઓપરેશનના પરિણામો આવવા લાગ્યા છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નાર્કો હેલ્પલાઈન પર પોલીસને ફરિયાદો મળી રહી છે. આવી જ એક માહિતીના આધારે પોલીસે લેડી ડગ માફિયાને પકડી પાડી છે. ઇન્દોરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે એક યુવતિને લગભગ 100 ગ્રામ ડગ સાથે ઝડપી પાડી છે. પોલિસે જયારે યુવતિને પકડી તો તેના પાસે બાળકોના ડાયપર મળ્યા. ડાયપર વચ્ચે જ યુવતિએ ડગ છૂપાવ્યુ હતુ. પૂછપરછમાં જાણ થઇ કે યુવતિ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એર હોસ્ટેસ પણ રહી ચૂકી  છે. હાલ તો, પોલિસ યુવતિની પૂછપરછ કરી રહી છે.

તસ્વીર સૌજન્ય: આજ તક

ઇંદોર પોલિસ કમિશ્નર હરિનારાયણચારી મિશ્રાએ આજતક સાથે વાતચીતમાં જણાવ્યુ કે કેટલાક દિવસોથી પોલિસના નાર્કો હેલ્પલાઇન નંબર પર લગભગ 20થી વધારે ફરિયાદો આવી હતી. તેમાંથી કેટલીક નશાને લઇને હતી. આ બધા મામલે જયારે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી તો એક યુવતિ પર શંકા ગઇ. તપાસ કરવામાં આવી તો જાણ થઇ કે યુવતિ મુંબઇની રહેવાસી છે અને નશાના કારોબારનો ધંધો કરી રહી છે. પોલિસે જયારે યુવતિને પકડી તો તેની પાસે બાળકોના ડાયપર મળ્યા જેની અંદર ડગ છૂપાવેલુ હતુ.

યુવતિ પાસે કેટલીક ઇન્ટરનેશનલ કરન્સી પણ મળી. પૂછપરછ દરમિયાન યુવતિએ જણાવ્યુ કે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એર હોસ્ટેસ રહી ચૂકી છે. લગભગ બે વર્ષથી તે આ નશાના કારોબારમાં સામેલ છે. પોલિસે જણાવ્યુ કે, યુવતિ પાસે મળેલ ડગની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. હાલ તો પોલિસ તેની સાથે પૂછપરછ કરી રહી છે કે તે કોને ડગ સપ્લાય કરતી હતી.

તસ્વીર સૌજન્ય: અમર ઉજાલા

જો કે, પોલિસને એ વાતની પણ શંકા છે કે 31 ડિસેમ્બરના રોજ ન્યુ યર પાર્ટીને ધ્યાને રાખી તે યુવતિ ડગ લઇને પહોંચી હતી. પોલિસ અનુસાર તેઓ પકડાયેલ યુવતિ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કે ધંધાની અંદર ઇન્દોરના બીજા લોકો સામેલ છે કે પછી તે પોતાના ધંધાને મુંબઇથી જ ઓપરેટ કરતી હતી ? આ પહેલા તે કેટલી વાર ઇન્દોર આવી છે અને અત્યાર સુધી તે કેટલા લોકોને ઇન્દોરમાં ડગ સપ્લાય કરી ચૂકી  છે.

Shah Jina