ભાવનગરના યુવા એરફોર્સ ઓફિસરે આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું, “પપ્પા…” જાણો વિગત

આખા ગુજરાતને એક ખબરે ગઈકાલે રાત્રે હચમચાવી દીધા હતા, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાના એવા ગામ રોહિશાળાના રહેવાસી  25 વર્ષીય જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાએ ગ્વાલિયરમાં એરફોર્સની તાલીમ દરમિયાન હોસ્ટેલમાં જ આપઘાત કરી લીધો હતો. જેના બાદ નાના એવા ગામ રોહિશાળા સમેત આખા ગુજરાતમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

યુવા ઓફિસર જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાએ આપઘાત કરતા પહેલા એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. જેમાં તેને તેના પપ્પાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા લખ્યું હતું, “હેપ્પી બર્થડે પપ્પા…સોરી.” જેના બાદ ગત બુધવારના રોજ જયદત્તસિંહ સરવૈયા તેની હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઘણીવાર પરિવારને નોકરીના ટેન્શનની વાત પણ કરતો હતો ત્યારે હવે 25 વર્ષીય દીકરાના આપઘાતના સમાચાર સાંભળીને પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. જયદ્ત્ત ચાર દિવસ બાદ જ રજા લઈને ઘરે આવવાનો હતો, ત્યારે આ બનાવ અંગે જાણ થતા જ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ દેહ લઈને ભાવનગર આવ્યા હતા.

જયદ્ત્તના આપઘાત વિશેની જાણ ત્યારે થઇ જ્યારે બુધવારે તે સવારે ફરજ ઉપર હાજર ના થયા ત્યારે તેમના સાથી મિત્રો રૂમ ઉપર તપાસ કરવા માટે ગયા, ત્યાં રૂમનો દરવાજો બંધ જોતા તેમને બારીમાંથી તપાસ કરી હતી અને ત્યારે જયદ્ત્તનો મૃતદેહ ફાંસીના ફંદા ઉપર લટકતો જોયો હતો. જયદ્ત્ત અપરણિત હતા અને આ પોસ્ટ મેળવવા માટે તેમને ખુબ જ મહેનત પણ કરી હતી.

જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાનો પાર્થિવ દેહ હવાઈમાર્ગે ભાવનગરમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. એરપોર્ટ ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને જયદત્તસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

Niraj Patel