AC ફાટ્યું અને યુવકની તડપી તડપીને થઇ મોત, બીજી બાજુ ફ્લેટ બળીને ખાખ થઇ ગયો

AC વાપરવા વાળા ગુજરાતીઓ સાવધાન: AC ફાટવાને લીધે શ્યામનું થયું મૃત્યુ…જો જો

એર કંડિશનરમાં બ્લાસ્ટની બે ખબરો હાલ ચર્ચામાં છે. 31 જુલાઈના રોજ તમિલનાડુના ચેન્નઈના એક વિસ્તારમાં ACમાં બ્લાસ્ટને કારણે 27 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકની ઓળખ પી.શ્યામ તરીકે થઈ હતી, જે તે જ વિસ્તારમાં દૂધ વેચતો હતો. ધ હિંદુના અહેવાલ મુજબ ચેન્નાઈની ઘટનાનો ભોગ બનેલ પી શ્યામ એસી ચાલુ રાખીને સૂઈ ગયો હતો. થોડી વાર પછી તેના રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો. આ જ બિલ્ડિંગમાં રહેતો પ્રભાકરન નામનો વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો ત્યારે તેણે જોયું કે ત્યાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.

આ દરમિયાન પડોશીઓએ દરવાજો તોડ્યો ત્યાં સુધીમાં અંદરનો સામાન બળી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે એર કંડિશનરના વિસ્ફોટને કારણે આ બન્યું હતું. બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના નોઇડામાં એક બહુમાળી બિલ્ડીંગમાં AC વિસ્ફોટને કારણે એક ફ્લેટ સંપૂર્ણપણે બળી ગયો હતો. એસીમાં આવી વ્યવસ્થા અગાઉથી જ કરી દેવામાં આવે છે જેથી તેમાં ફાટવા કે બ્લાસ્ટ જેવી સ્થિતિ ઊભી ન થાય. આમ છતાં આવી ઘટનાઓ બની રહી છે. સ્વાભાવિક રીતે લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એસીમાં બ્લાસ્ટ કેવી રીતે થાય છે.

એક સિઝનમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત એસીની સર્વિસ કરવી જોઈએ. ધૂળ જમા થવાને કારણે ACની ગરમી બહાર આવતી નથી અને આવી સ્થિતિમાં વિસ્ફોટનું જોખમ વધી જાય છે. એક AC આઉટડોર યુનિટમાંથી 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ ગરમી ખેંચે છે. તે ઠંડક કરે છે. પરંતુ ધૂળ જમા થવાને કારણે તેની ગરમી બહાર નીકળી શકતી નથી અને ઠંડક પણ ઘટવા લાગે છે. ACની અંદર દબાણ વધે છે અને આગ લાગવાનું જોખમ વધે છે.

પ્રતિકાત્મક તસવીર

એસીમાં ગેસ ભરતી વખતે ટાંકી ફાટવાનો ભય રહે છે. તે એક કન્ડેન્સેબલ ગેસ છે, જે ટાંકીમાં પ્રવેશતાની સાથે જ પ્રવાહી બની જાય છે. પરંતુ શૂન્યાવકાશની ગેરહાજરીમાં ટાંકીમાં પહેલેથી જ હાજર બિન-કન્ડેન્સેબલ ગેસ પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ નથી, તેથી ગેસ ભરતી વખતે દબાણ વધે છે અને ટાંકી વિસ્ફોટ થાય છે. વધારે લોડવાળા એસી માટે માત્ર કોપર વાયરનો ઉપયોગ કરવો જોઈએ. 1.5 ટન AC માટે, 4 mm મલ્ટિફ્લક્સ વાયરિંગ કરવું જોઈએ. ફાયર પ્રૂફ વાયરનો ઉપયોગ કરવાથી આગ લાગવાની શક્યતા ઘટી જાય છે.

Shah Jina